________________
પત્રક-૫૯૯
૨૩૧ કાંઈ નુકસાન નથી. અથવા એવું નથી કે એ વાત તમને કહેવી છે અને એનાથી ખાનગી રાખવી છે, એમ પણ નથી.
“તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય... એટલે આવવા માટે એનું ચિત્ત સંકોચાતું હોય આવવા માટે “અને અત્રે આવવાનું કરાવવું થતું હોય.” કરાવવું. અત્રે સહેજે આવતા ન હોય પણ આવવાનું કરાવવું પડતું હોય. આગ્રહ કરીને, ભીંસ દઈને જોર દઈને. તો સત્સમાગમયથાયોગ્ય ન થાય.” એની ભાવનાથી ન આવે. સત્સસમાગમની ભાવનાથી, ઉત્સાહથી પોતે આવે, એક વાત છે. સત્સમાગમ કરાવવો પડે, બીજી વાત થઈ જાય છે. તો પછી એમને જે યથાયોગ્ય સત્સમાગમ થવો જોઈએ એ પ્રકાર નહિ થાય. એ પોતે ભાવના લઈને આવે કે મારે સત્સમાગમ કરવો છે. તો એ ભાવનાથી એને વિશેષ લાભનું કારણ છે. એનું મન પાછું પડતું હોય અને તમે આગ્રહ કરીને લઈ આવતા હોય તો તે યથાયોગ્ય નથી.
તેમ ના બનતું હોય...” એટલે સહેજે આવતા હોય, તો “શ્રી ડુંગરે અને શ્રી સોભાગે અત્રે આવવામાં કંઈપ્રતિબંધ નથી. એજવિનંતી.આ. સ્વ.પ્રણામ. પ્રવૃત્તિના કાળ કરતા નિવૃત્તિના કાળમાં સત્સમાગમનો યોગ રહેતે વધારે ઉપકારનું કારણ થશે. અને એતો સમજી શકાય કે પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ ક્ષેત્રે પરિણામની અંદર વિશેષ ફાયદો થાય છે.
પત્રાંક-૫૯૯
મુંબઈ, વૈશાખ વદ ૧૪, ગુરુ, ૧૯૫૧ શરણ (આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે.
આ. સ્વ. પ્ર.
પ૯૯ ‘લલ્લુજી ઉપરનું પોસ્ટકાર્ડ છે.
“શરણ આશ્રય), અને નિશ્ચય કર્તવ્ય છે. એક સપુરુષનું શરણ લેવાનો આશ્રયનો ભાવ કરવા યોગ્ય છે અને આત્મહિતનો નિશ્ચય ઉપાદાનનો. આ નિમિત્ત અને આ ઉપાદાન છે. ઉપાદાનમાં મારું હિત માટે કરી જ લેવું છે એ બંને કરવા યોગ્ય