________________
૨૨૯
પત્રાંક-૫૯૮ મન પાછું પડતું હોય તો ન આવે. એટલે દબાણ કરશો નહિ. | ‘તોપણ અડચણ નથી; કેમકે શ્રી ડુંગરાદિના સમાગમની ઇચ્છા વિશેષ રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો કરવાની ઇચ્છા છે તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. એમને એમ છે કે આ જીવ જો સત્સમાગમમાં નિવૃત્તિક્ષેત્રમાં આવશે તો મોટો સારો એવો પલટો મારી જશે. અહીંયાં એટલો ફેર નહિ પડે એનામાં, જેટલો નિવૃત્તિ ક્ષેત્રમાં ફેર પડશે. એટલે એટલા પૂરતી એમણે ડુંગરભાઈ માટે થોડી ચોખવટ વધારે કરી છે. એ સમજણફેર થઈ ગઈ છે. એટલે વળી બીજો પત્ર લખે છે. એ ૬૦૦નંબરનો છે. અહીં સુધી રાખીએ.
કોઈ જીવ નિજદોષના અવલોકનપૂર્વક મુમુક્ષતામાં આગળ વધે છે, ત્યાં સ્વચ્છેદ ઘટે છે, અને ચંચળતા ઓછી થઈ, પરિણામમાં બાહ્ય શાતા આદિવર્તે છે, તે જો પ્રિય લાગે અને તેની મુખ્યતા વર્તે, તો જીવની યોગ્યતા રોકાઈ જાય છે. કારણકે ત્યાં હજી બાહ્ય સુખની અપેક્ષા ગઈ નથી, તેથી માનસિક શાંતિ ઠીક લાગી – તે લૌકિક સુખની જાતિ - એક જાતિનું સુખ પ્રિય લાગ્યું. ત્યાં આત્મા “સતુપરમાનંદરૂપ છે, એમ નિશ્ચય નથી. તેમ જ તેવો નિશ્ચય થવામાં, ઉક્ત ભાવોની મુખ્યતા પ્રતિકૂળ છે. વાસ્તવમાં તો અપૂર્વ જિજ્ઞાસાવૃત્તિએ સ્વરૂપ નિશ્ચય થવામાં પરિણામો લાગવા જોઈએ. ઉદાસીનતા વૃદ્ધિગત થવી જોઈએ.
(અનુભવ સંજીવની-૧૪૭૩)
ક્ષયોપશમશાનનો ઉપયોગ બે પ્રકારથી થાય છે. વિચારણામાં અને પ્રયોગમાં જ્યાં સુધી પ્રયોગમાં ક્ષયોપશમન લગાવવામાં આવે ત્યાં સુધી યથાર્થતા આવે નહિ અથવા વાસ્તવિક વસ્તુ – સ્વરૂપ સમજવામાં આવે નહિ. મોક્ષમાર્ગની પ્રાપ્તિ સુધીમાં, માત્ર બૌદ્ધિક સ્તરે પ્રયાસ કરવામાં આવે તો સફળતા મળે નહિ. સાચી મુમુક્ષતામાં પ્રયોગ પદ્ધતિની પ્રધાનતા હોય છે. તે જ સાચી કાર્યપદ્ધતિ છે.
(અનુભવ સંજીવની–૧૪૭જી