________________
૨૨૮
જાય.
રાજહૃદય ભાગ-૧૨
પૂજ્ય ભાઈશ્રી :– એવું જ થઈ જાય. એ તો છે. પોતે કેટલો રસ લે છે એના ઉપર
તો છે.
“ના’ લખવા જેવું બને છે; કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે.’ આવના૨ જે મુમુક્ષુ એને શ્રેયકર થાય એમાં બાધા પડે એવું છે. ‘તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી....’ તમારા તથા ‘ડુંગર’ના આવવા સંબંધમાં એટલો બધો વિચાર એટલે તમને ના લખીએ એવો વિચાર નથી થતો. તમારી યોગ્યતા જોઈને, બીજાને ના લખી નાખીએ છીએ, તમને ના લખીએ એવો વિચાર નથી થતો. પણ કંઈક સહજ થાય છે.’ એટલો બધો નથી થાતો પણ થોડો થાય છે. એટલે ચોખ્ખું પોતાને જેટલા પરિણામ સ્પષ્ટ છે એ કહી દે છે. એમાં ‘ડુંગરભાઈ’ને ઊલટું પડી ગયું છે. એટલે બીજો પત્ર પાછો લખવો પડ્યો છે એના જવાબમાં.
‘કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિયોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય;...’ અમારી પ્રવૃત્તિ જોઈને તમને શંકા પડે એવું કારણ નથી. પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્યમાગમનો લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણાથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે.’ આ ક્ષેત્રની પરિસ્થિતિ જોઈને આપણા જેવાએ તો એકદમ એકાંત સ્થળમાં જ સત્સમાગમ કરવો જોઈએ. એવો અભિપ્રાય રહે
છે.
જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે.... તમે આવશો એટલે હું પ્રવૃત્તિ થોડી ઓછી કરીશ. તથાપિ આજુબાજુનાં સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારાં નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે.’ સહજ લાગે છે. ‘આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું.’ વધારે વજન ન મૂકવું કે તમે આવશો નહિ એમ ન સમજવું. એક જે વિચાર આવ્યો એ તમને લખ્યો છે એટલું જ તમારે સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિષેનો કંઈ પણ આશય ધારી લખ્યું નથી..’ ચોખ્ખું કર્યું છે. પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય...’ એમનું મન પાછું પડતું હોય તો તેમના પ્રત્યે તમે દબાણ કરશો નહીં....' એને દબાણ કરીને લાવતા નથી. સહેજે ઉત્સાહથી આવે, ઉમંગથી આવે, ભાવનાથી આવે તો આવે.