________________
૨૨૬
રાજહૃદય ભાગ-૧૨ હજી એ વાત નથી સમજાતી કે ઘણા માણસ ત્યાં નિવૃત્તિ લઈ લે છે. ધંધાની ઉંમર પૂરી થઈ ગઈ હોય, નોકરીની ઉંમર પૂરી થઈ ગઈ હોય, બહારમાં નિવૃત્તિ આવી હોય. પણ “મુંબઈ ન છોડી શકે. ક્ષેત્ર ન છોડી શકે. સાવ નવરા હોય. શું કરવું? ભાઈ ! અમે તો સાવ નિવૃત્ત છીએ. વાંચીએ, વિચારીએ, મંદિર જઈએ, સાંભળીએ . તો હવે અહીંયાં શું કામ છે? તો પછી અહીંયાં રહેવાનું કામ શું છે? આ કોઈ રહેવા જેવું ક્ષેત્ર છે? પણ ત્યાંની જે માયા લાગી હોય છે, આખી જિંદગી ત્યાં કાઢી હોય એ ધમાધમવાળા ક્ષેત્રમાંથી નિવૃત્તિક્ષેત્રમાં માનસિક રીતે રહેવાની તૈયારી હોતી નથી. ઘણા મુમુક્ષુઓને જોઉં છું.
વવાણિયામાં ભાઈ મળ્યા હતા ને ? છોકરાઓ તૈયાર થઈ ગયા. છોકરાઓ સંભાળે. આપણે તો નિવૃત્તિ લઈ લીધી છે. પણ રહીએ છીએ “મુંબઈમાં. મૂળ વતન જામનગરના છે. રહીએ છીએ મુંબઈમાં. કેમ? “મુંબઈ છોડવું નથી ગમતું. ત્યાં શું છે એ કાંઈ સમજાતું નથી. અને આ ૯૬ વર્ષ પહેલા કહે છે. ૪૭ને ૪= ૫૧.સોમાં ચાર ઓછા છે.
મુમુક્ષુદ-ભાવથી નિવૃત્તિ નહિલીધી હોય?
પૂજ્ય ભાઈશ્રી –એ તો આપણે કોઈનું શું કામ છે? પણ આ પરિસ્થિતિ છે એમ કહેવું છે. વ્યક્તિગત તો... એતો ઘણા આપણા મુમુક્ષુઓ પણ નિવૃત્તિમાં ત્યાં જ રહે છે.
મુમુક્ષુ-એટલે ભાવથી નિવૃત્તિ નહિથઈ હોયને?
પૂજ્ય ભાઈશ્રી – ના. નિવૃત્તિનું કાંઈ ઠેકાણું નથી હોતું. સામાન્ય રીતે કાંઈ (ઠેકાણું નથી હોતું). સામાન્ય જે વિવેક, વિચાર નિવૃત્તિક્ષેત્રનો આવવો જોઈએ એટલો પણ વિચારમાં વાત ન હોય કે હવે આ જીવનનો ઉતરાર્ધ–સંધ્યાકાળ ચાલે છે અને હવે સમજી લેવા જેવું છે. એટલો પણ વિવેક-વિચાર નથી હોતો. એટલે પછી બાહ્ય જીવનની અંદર પણ કાંઈ ઠેકાણું હોય નહિ.
મુમુક્ષુ – ‘ગુરુદેવશ્રી “મુંબઈ માટે ઘણીવાર દષ્ટાંત દેતા હતા કે ભારે પત્થર હોય એ ક્યાંય અટકે નહિ, સીધો તળીયે જાય. એમ પાપ પરિણામથી જે જીવ બંધાણો હોય એ ક્યાંય અટકે નહિ, નીચે જ એની ગતિ જાય. એ કાયમ કહેતા. પડે તો ક્યાંય રસ્તામાં ન અટકે. એટલે એવું મુંબઈ ક્ષેત્ર છે.
પૂજ્ય ભાઈશ્રી:-પત્થર ભારે થઈ જાય.
મુમુક્ષુ ભારે પત્થર થઈ જાય તો નીચે જ જાય. બીજે ક્યાંય અટકવાની સ્થિતિ ન રહે. સીધો તળીયે જ જાય. ૯૬ વર્ષ પહેલા અનાર્ય ક્ષેત્ર કીધું હતું તો અત્યારે તો