________________
૨૩૦
રાજદ્રય ભાગ-૧૨
તા. ૨૪-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૯૮ થી ૬૦૧
પ્રવચન . ૨૮૦
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્ર ૫૯૮. છેલ્લો Paragraph બાકી છે. પાનું-૪૬ ૫. સોભાગભાઈને પત્ર લખે છે. મુંબઈમાં પ્રત્યક્ષ સમાગમનો વિષય છે. તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે...” એવા પ્રકારનો વિચાર રહે છે એટલે શું ? કે, નિવૃત્તિમાં સત્સમાગમ થાય અને પ્રવૃત્તિકાળમાં સત્સમાગમ થાય એમાં ફરક પડે છે. નિવૃત્તિકાળમાં સત્સમાગમ થાય તો વધારે લાભદાયક થાય. એવો આશય છે. “તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે. એટલે એ વિચાર એમણે ‘ડુંગરભાઈ માટે લખ્યો છે પણ તમારા માટે પણ એવા જ પ્રકારનો વિચાર રહે છે. ભેદ એટલો પડે છે એટલે એટલો ફેર છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલપકેમ કરી શકાય? તે પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે.”
એમણે જે સૂચન માગ્યું છે કે ઉપાધિમાંથી નિવૃત્ત થવું છે. તો અહીંયાં એ સંયોગો દેખાડીને, જુઓ ! આ રીતે આ Time આવવાનું થાય છે. આટલે દૂરથી આવવાનું થાય છે, આટલું અહીંયાં બેસવાનું થાય છે. અહીંયાં આ પ્રકારના કામ હોય છે. પછી આ કામ
બીજી દુકાન હતી, બે દુકાન હતી. ત્યાં પણ સાંજના જતા હતા. ત્યાં તો કલાક એક બેસતા હતા. Supervise કરતા હશે એવું લાગે છે. પછી ત્યાં તત્ત્વચર્ચા માટે કોઈ કોઈ આવતા હતા. એવી રીતે ત્યાં બે-ત્રણ કલાક બીજા તત્ત્વચર્ચામાં જતા હતા. એટલે એ પણ રૂબરૂ બધું પ્રત્યક્ષ દેખાડી શકાય. પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે કે બોલો, હવે તમારો શું મત પડે છે? શું ફેરફાર કરવો ? એને કેવી રીતે અલ્પ કરવો ? એવગેરે.
જેટલે અંશે શ્રી સોભાગ પ્રત્યે ભક્તિ છે...” ભક્તિ એટલે બહુમાન છે. તેટલે અંશે જશ્રી ડુંગરપ્રત્યે ભક્તિ છે. એમના પ્રત્યે પણ અમને માન છે. એટલે તેને આ ઉપાધિ વિષે વિચાર જણાવવાથી...” એટલે “અમને તો ઉપકાર જ છે. એ આવશે તો એને પણ અમે આ જ સૂચન કરશું. જુઓ! ભાઈ ! અમે આ પરિસ્થિતિમાં અત્યારે બેઠા છીએ. કેવી રીતે અમારે આ ઉપાધિ ઘટાડવી ? તમારા વિચાર બતાવાના છે. અમને