________________
૨૨૨
રાજહૃદય ભાગ-૧૨ અડધું જેટલું વજન ઘટી ગયું. છેલ્લે તો કાંઈક ૮૩રતલમાંથી ૪૦ રતલ થઈગયું.
મુમુક્ષુ –૪૩ રતલ.
પૂજ્ય ભાઈશ્રી – ૪૨-૪૩ રતલ. શરીરનું અડધોઅડધ વજન ઘટી ગયું. પછી તો કોઈ વનવાસની દશાની પરિસ્થિતિ રહી નથી. બાહ્ય સંયોગમાં તો શારીરિક સ્થિતિનો વિયોગ હોય છે. અને યોગ ન હોય પૂર્વકર્મ... તો પછી સંથારો કરી લ્ય. પછી સંયમ તોડે નહિ અને પછી સંયમ તોડીને અન્યથા કોઈ માર્ગ પ્રવર્તાવે નહિ કે વાંધો નહિ, એવું નથી. પછી સંથારો લઈ લે.
મુમુક્ષુ-છૂટવાનો માર્ગ એક વીતરાગતા છે, બીજો કોઈ માર્ગનથી.
પૂજ્ય ભાઈશ્રી:માર્ગ તો એક જ છે પણ અત્યારે મારે શું કરવું? આ પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં મારે શું કરવું? આ સમસ્યા છે. એ તો એમને જે ઉત્તર આપ્યો છે કે તમે રાગપરિણતિ ઘટાડો. કોઈ રાગપરિણતિ ઘટાડે તો જ આમ બને તો (કહે છે), મારી આ અંદર-બહારની સ્થિતિ તમને કહું છું. હવે મારે અત્યારે અહીં શું કરવું એ કહો. આ પ્રશ્ન એમણે પૂક્યો છે.
મુમુક્ષુ – ઉદયની વચ્ચે રહીને શું કરવું? એમ કહે છે. પૂજ્ય ભાઈશ્રી – શું કરવું? કહે છે. ઉદયની વચ્ચે રહીને) શું કરવું? કે જે ભરત ચક્રવર્તીએ કર્યું. એ કર્યું ભરત ચક્રવર્તીએ કર્યું. ઉદયની વચ્ચે રહીને, છ ખંડના રાજની વચ્ચે રહીને એટલી બધી તૈયારી કરી કે જેવો મુનિદશાનો વિકલ્પ આવ્યો, બહાર જ નીકળ્યા નહિ. એટલે તો પૂજ્ય બહેનશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે એ ઘડીને અને એ પળ ધન્ય છે કે જ્યારથી ઉપયોગ અંદર ગયા પછી બહાર જ નહિ આવે. એ સ્થિતિમાં એ આવે. સીધું જ કેવળજ્ઞાન લીધું. શ્રેણી માંડી પછી. સાતમા ગુણસ્થાનથી પાછા ફરીને છઠે ન આવ્યા. પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, કોઈ બહારમાં આચાર પાળવાની કોઈ સ્થિતિ જ ન આવી સીધા જ કેવળજ્ઞાન સુધી વયા ગયા. એમ થવાનું શું કારણ?એટલી તૈયારી છે. એની ભૂમિકા એ પ્રકારની છે. વિષય ઊંડો છે.
ભાવાર્થપ્રકાશ' ગ્રંથ અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી; એમ મને લાગે છે.” “ભાવાર્થપ્રકાશ' નામનો ગ્રંથ હાથમાં આવ્યો છે. સંપ્રદાયની અંદર જે વિવાદ ચાલે છે એના સમાધાનની વાત લખી છે. પણ એ કોઈ જ્ઞાનીપુરુષની રચના હોય એવું અમને લાગતું નથી. વાણી ઉપરથી એમણે એ જ્ઞાનીની રચના હોય એવું નથી લાગતું. કેટલી પરખ છે !