________________
૨૨૦
રાજહૃદય ભાગ-૧૨ એમણે એમ કહ્યું છે કે, આપણે જ્યારે મળીએ ત્યારે એ વાતની ચર્ચા તમે કાઢજો. આ પ્રશ્ન હું તમને આપી રાખું છું. આની ચર્ચા તમે કાઢજો. એ વાત આ પત્રમાં કરી છે. એટલે શું કહ્યું? કે પોતાની પરિસ્થિતિનું એમણે વધારે વર્ણન કર્યું કે રાગ પરિણતિ તો ઘટી ગઈ છે. છોડી દઈએ તો અમને કાંઈ આકરું લાગે એવું નથી. સહજમાત્રમાં છોડી શકીએ એવું છે. એનો કાંઈ વિકલ્પ આવે એવું નથી કે હવે આનું શું થશે? આનું શું થશે ? આનું શું થશે? કાંઈ સંભાળવું પડે એવું કાંઈ લાગતું નથી. અને અત્યારે જે છૂટું નથી તો છોડવાના વિકલ્પ વધારે આવે છે. જે પ્રવૃત્તિમાં જે વિકલ્પ આવવા જોઈએ એના કરતાં છોડવાના અને પ્રવૃત્તિ કરીએ છીએ એના ખેદના પરિણામ વધી જાય છે. પલ્લે આમ જાય છે. પ્રવૃત્તિ કરવાના પરિણામ નથી. એક એનો ત્યાગ કરવાનો અને પ્રવૃત્તિ કરતા જે ખેદ થાય એ ખેદના પરિણામ, એ બેનું પ્રમાણ વધી જાય છે.
. આ ઉદયબળ તૂટી જાય. એમ કહેવું છે. ઉદય મફતનો નથી આવતો. પૂર્વકૃત છે. ભલે અત્યારે પરિણામ એમાં ચોંટીયા છે. એને લાવવા શું કરવું? આ પ્રશ્ન છે. અહીંયાં તૈયારી થઈ ગઈ છે. અત્યંતર તૈયારી થઈ ગઈ છે. બહારની પરિસ્થિતિ મંદ પડતી નથી, ઉલટાનું વધીને આવે છે. એકદમ એની સ્થિતિને અપકર્ષણ કરી નાખવી હોય તો શું કરવું જોઈએ એમ કહે છે. પ્રારબ્ધ જે પૂર્વસંચિત છે એની સ્થિતિ એકદમ ઘટી જાય એવું કરવું હોય તો અમારે શું કરવું જોઈએ? આ પ્રશ્ન એમણે પૂછડ્યો છે.
મુમુક્ષુ-મૂળપ્રશ્ન આપૂક્યો છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ પૂક્યો છે. અમારી તૈયારી નથી થઈ એ વાત નથી. તૈયારી થઈ છે એના આ ચિહ્નો છે. શું ચિહ્નો છે? કે એ સંયોગો પ્રત્યેના રાગ-દ્વેષ આદિની પરિણતિ ઓછી થઈ ગઈ છે. ઉપાધિમાં ઉપયોગ જાય છે તો એમાં ખેદ સાથે સાથે ઉભો થાય છે. અણગમો થઈ જાય છે. અને એનો ત્યાગ કરવાના પરિણામ વારંવાર આવે છે. આ છોડી દઈએ... આ છોડી દઈએ છોડી દઈએ.. છોડી દઈએ. ઊલટાનો સંયોગની અંદર નવા નવા નવા નવા ફણગા જ ફૂટતા જાય છે. એકને પતાવીએ ત્યાં ત્રણ બીજા ઊભા હોય. એકને રવાના કરીએ તો ત્રણ સામે આવીને ઊભા હોય..... કોઈ આવતું નથી. કરવું શું? આનો ઉત્તર અમને આપો એમ કહ્યું. એમણે જે પ્રશ્ન પૂછ્યો છે એ એટલો છીછરો નથી. અઘરો પ્રશ્ન પૂછ્યો છે. શું ઉત્તર આપ્યો છે એ તો હવે ઉત્તર મળે તો ખ્યાલમાં આવે. પ્રશ્ન તો અઘરો પૂક્યો છે.
મુમુક્ષુ - ઉદય જે છે એ કોઈ રીતે છૂટી શકે નહિ એટલો એમને ખ્યાલ છે. પૂજ્ય ભાઈશ્રી - ઉદયને છોડી શકાતો નથી. ગ્રહણ-ત્યાગનો અધિકાર નથી.