________________
રાજહૃદય ભાગ-૧૨
૨૧૮ તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે;.” કોઈ પ્રાણીને શુભભાવ થયો અને એને શાતા ઊપજી તો કહે છે કે પુરુષની કૃપા છે. એને ત્યાંથી પુણ્યની ઉત્પત્તિ થઈ છે માટે એનો અનુગ્રહ છે, એની કૃપા છે એમ લખ્યું છે.
કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. જાણ્યું એટલે એણે ખોટું જાણ્યું છે. સપુરુષના ઉપદેશ વિના પુણ્ય પણ નથી. “ઘણે કાળે ઉપદેશેલું.... એટલે મૂળમાં ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે;” એટલે લોકોને એ વાતની ખબર નથી. જેમ કોઈ ગ્રંથકર્તા છે, જે અજાણ છે. જેમ કે આ પંચાધ્યાયી છે. બહુ સરસ ગ્રંથ ! દ્રવ્યાનુયોગનો બહુ સરસ ગ્રંથ છે. પણ એનું મૂળ કોણ છે ? સત્પરુષ છે. ગ્રંથની પ્રશંસા થાય પણ સત્વરુષની ખબર નથી એટલે લોકો ભૂલી ગયા છે. એ સપુરુષની લોકોને ખબર નથી માટે ભૂલી જાય છે અને ગ્રંથની પૂજા કરવામાં આવે છે. શ્રતની પૂજા કરવામાં આવે છે ને ? તો ગ્રંથની પૂજા કરવામાં આવે છે. પણ એના મૂળમાં કોણ બેઠું છે?કે પુરુષ બેઠા છે. પણ રૂઢિગત રીતે ભૂલી જવાય છે.
રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે...” પુણ્ય તો જાણે પુસ્તક વાંચવાથી, પુસ્તકના ઉપદેશથી જાણે કોઈ પુણ્ય થતું હોય એમ લાગે છે. પણ એનું મૂળ એક સપુરુષ જ છે; એનું મૂળ કોણ છે? “એક સત્પરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે;” કેવળજ્ઞાનનું નિમિત્ત પણ પુરુષ છે અને એક અંશ પુણ્ય શાતા ઉપજે એનું મૂળ સત્પરુષ છે. આટલી બધી સમર્થતા છે. આપનું સમર્થપણું બહુ મહાન સામર્થ્ય હોવા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી” લેવા-દેવા નથી, “ગર્વનથી, ગારવ નથી....... કાંઈ નથી. જાણે પોતે અજ્ઞાની હોય એમ થઈને, એવો દેખાવ કરીને અટપટી દશાએ પ્રવર્તે છે. માટે અમને આશ્ચર્ય થાય છે કે આ તો આશ્ચર્યની કોઈ પ્રતિમા છે ! આશ્ચર્યની મૂર્તિ છે ! માટે અમે એનું નામસ્મરણ કરીએ છીએ અને ફરીને ફરીને એની સ્તુતિ કરીએ છીએ. એ પોતે પુરુષને કેવી રીતે ઓળખ્યા છે ? પોતે સત્વરુષને કઈ નજરે જોવે છે ત્યારે ઓળખે છે? અને ઓળખાય એની કઈ નજરથાય એ બધું આ એક પત્રમાંથી મળે છે. બહુ સરસ પત્ર છે.
મુમુક્ષુ :- મનુષ્યભવ મળ્યો, આ દિગંબર કુળ મળ્યું, આ બધું સન્દુરુષના અનુગ્રહથી મળે?
પૂજ્ય ભાઈશ્રી:-બધો સન્દુરુષનો અનુગ્રહ છે. બધાના મૂળમાં સપુરુષ છે. એ