________________
પત્રાંક-૫૯૮
૨૨૧ બરાબર છે પણ જો જીવ પોતે એવી કોઈ આત્મદશામાં ઉગ્રતામાં આવે, આત્મદશા છે એની કોઈ ઉગ્રતામાં આવે એટલે વીતરાગતાની વૃદ્ધિ થઈ જાય. પ્રારબ્ધ છે એની સ્થિતિ ટૂંકાઈ જાય. ઉદયમાં આવ્યા પહેલાના જે પરમાણુના નિષેકો છે એની સ્થિતિ ટૂંકાઈ જાય. એટલે જે ઘણા કાળ સુધી ઉદય લંબાવાનો હોય એ તીવ્રપણે આવીને અલ્પકાળમાં પૂરો થઈ જાય.
મુમુક્ષુ-મુનિદશા લઈને પ્રસંગ બને.
પૂજ્ય ભાઈશ્રીઃ-મુનિદશાલે પણ મુનિદશા લે તો એમાં તો એમણે પોતે સંયોગો છોડડ્યા એમ થયું ને ? આ તો સહજ કેવી રીતે ઉદય પૂરો થાય એમ કહે છે. એમાં શું છે કે આ જરા ઊંડો વિષય છે. કોઈ જીવ ભાવલિંગી મુનિ બને છે તો કેવી રીતે બને છે? કે એક બાજુમાં એના આત્માની એવી તૈયારી થાય છે કે સીધા જે ધ્યાનમાં પ્રથમ બેસે અને સપ્તમ ગુણસ્થાનમાં આવશે. એટલી પૂર્વતૈયારી સુધીની પરિણામની અંદરની તૈયારી થઈ ગઈ હોય છે. આ વિષય જો સમજાય કે) પૂર્વતૈયારી કેટલી થાય છે કે જેને લઈને એનો સાંસારિક સંયોગોનો પ્રારબ્ધ ઉદય હોય છે કે આ બાજુ એ મુનિદશા અંગીકાર કરવાનો વિકલ્પ ઊઠે અને આ બાજુ એની સ્થિતિ પૂરી થતી હોય. એવું ન બને કે એની સ્થિતિ પૂરી ન થાય અને અહીંયાં મુનિપણું લે. કેવી રીતે બને?કે સંસારનો પ્રારબ્ધ ઉદય એમ ને એમ રહે અને અહીંયાં મુનિદશા લઈ લ્ય એ કેવી રીતે બને? એ તો બને નહિ. એમણે ઈ જોયું છે, કે આ કેમ બનતું નથી ? અહીંયાં તૈયારી ચાલે છે અને આ કેમ બનતું નથી ? શું કરવું જોઈએ? હવે મારે શું કરવું જોઈએ ? આ તો એમણે સમસ્યા ખુલ્લી કરી છે. પ્રશ્ન છે એ જરાક (સૂક્ષ્મ છે).
મુમુક્ષુ-પુરુષાર્થનું જોર ઘણું છે.
પૂજ્ય ભાઈશ્રી – જોર ઘણું છે. તોપણ એ જોર ઘણું છે ત્યાં એ સમસ્યા પાછી ઊભી થઈ છે. રસ્તે ચાલતા ચાલતા કેવા વળાંક આવે છે, કેવા રસ્તા વચ્ચે ગડબડવાળા હોય છે, વચ્ચે કેવી કેવી સમસ્યાઓ આવે છે. અને પછી ૨૮, ૨૯. દોઢેક વર્ષનીકળી ગયું છે. ૩૦મે વર્ષે ઠીક ઠીક નિવૃત્તિ લીધી છે. ઉદય મોળો પડ્યો છે હજી, છૂટ્યો નથી. ઉદય મોળો પડ્યો છે એટલે જોર કર્યું છે, વનવાસ ખેડ્યો છે. એ વખતે એમ થઈ ગયું છે કે બસ ! હવે આમાં આગળ વધી જઈએ તો મુનિદશા શું કેવળજ્ઞાન લઈ લઈએ એકવાર તો. પણ જે બનવાનું હોય એ અન્યથા થતું નથી. આ બાજુ જ્યાં પ્રયોગ કરવા ગયા ત્યાં શરીરે બીજી પરિસ્થિતિ થઈ. શરીરની પરિસ્થિતિ સાવ બીજી થઈ ગઈ. એટલે કાંઈક જોર કરવા ગયા ત્યાં વજન કેટલું ઘટી ગયું છે !