________________
૨૨૩
પત્રાંક-૫૯૮
શ્રી ડુંગરે અને પુરુષ એક વરખ હે એ સવૈયા લખાવ્યો તે વાંચ્યો છે.' સોભાગભાઈએ આમને પદની રચના કોઈક મોકલી હશે. “શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છેએટલે એમને એ વૈચારિક પદ્ધતિમાં Practice છે. અનુભવ એટલે Practice છે. “તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, ઉપદેશની કોઈ છાયા હોય એટલી વાત છે. કોઈ બળવાન વાત નથી. “અને તેથી અમુક નિર્ણય કરી શકાય...” એટલે એની યોગ્યતાનો અમુક નિર્ણય કરી શકાય. અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી.’ હજી એમાંવિપર્યાસો રહ્યા છે એમ લક્ષમાં આવે છે.
“જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે...... કોઈને પુરુષાર્થની જાગૃતિ માટે વાત ઠીક છે. “એટલો તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે. શું છે કે જે અખા ભગતના પદો છે એ એમણે સારી રીતે વાંચ્યા હશે, એમાંથી કોઈ કોઈ વાર પોતાની નવા પદની રચનામાં પણ ઉતારતા હશે. શ્રી નવલચંદના હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે,...” “નવલચંદડોસાભાઈ “મોરબીના એક મુમુક્ષુ છે. એના ઉપર ઘણા પત્રો લખાણા છે. બે પોસ્ટકાર્ડ એમના આવેલા.
કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે...” એટલે એમને ધર્મની કાંઈક જિજ્ઞાસા થઈ છે એમ લાગે છે. તથાપિ તે અભ્યાસવતુ અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. અભ્યાસવત્ એટલે શું? ગોખવા જેવું. ગોખીને મોઢે કરી નાખે અને જેમાં ભાવાકાર ન હોય એને દ્રવ્યાકાર કહેવામાં આવે છે. કડકડાટ કરી નાખે. જે વાત હોય એ બરાબર મુખપાઠ કડકડાટ કરી નાખે. એમાં એનો ભાવ ન ભળે. તો એ દ્રવ્યાકારે એણે એ ગ્રહણ કર્યું છે. અને ભાવ પકડે તો ભાવાકારે ગ્રહણ કર્યું છે એમ કહેવું છે. એટલે અભ્યાસવત્ એટલે ગોખીને દ્રવ્યાકાર જેવી હાલ એમની સ્થિતિ સમજવી યોગ્ય છે.
જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોપશમ છે. ક્ષયોપશમ કાંઈક ઠીક છે અને કાંઈક લક્ષ રાખશે તો એમને ભાવ પરિણામે પણ ધર્મ સમજવાનું શક્ય છે. એવી એમની યોગ્યતા છે. વર્તમાન યોગ્યતાનો, “નવલચંદભાઈની યોગ્યતાનું ટૂંકું વર્ણન કર્યું છે.
મુમુક્ષુ -આ પણ “કૃપાળુદેવની વિચક્ષણતાનો પ્રકાર ગણાય.