________________
પત્રાંક-૫૯૮
૨૧૯ ભૂલી ગયો છે, એને ખબર નથી. એ રૂઢિમાં ચાલ્યો ગયો એટલે ભૂલી ગયો. રૂઢિગત થઈ ગયું એટલે ભૂલાઈ ગયું.
શું કહે છે કે અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય,'...” હવે શું છે ? પૂર્વકર્મના ઉદયના બળવાનપણાને લઈને જે બહારના સંયોગો છે એ અનિચ્છાએ સામે ચાલીને ઊભા થાય છે. જેમાં પોતાનો કાંઈ વિકલ્પ ન હોય, નિમિત્ત ન હોય. એવું ઊભું થતું હોય. પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય...” ઓછી કરો એમ તમે કીધું કે ઓછી કરવી જોઈએ. પણ અહીંયાં તો ઓછી જ છે. શું પ્રશ્ન છે કે રાગની પરિણતિ ઓછી છે પણ સંયોગો ઘણા વિચિત્ર છે. સંયોગો એવા છે કે જેને બહુ જ પૈસા મેળવવા હોય અને ધમાધમ કરતો હોય એને જેવા સંયોગો હોય એવા અમારા સંયોગો છે. ઘણું મેળવવા માટે જે પ્રયત્ન કરે અને એને જે સંયોગો ઊભા થાય એવા સંયોગો છે. અમારી અંદરની પરિસ્થિતિ સાવ જુદી છે.
તે પ્રત્યે રાગદ્વેષાદિપરિણતિ ઓછી હોય વળી જે ઉપાધિ કરવા એટલે એ કાર્યો કરવામાં જે ઉપયોગ જાય છે ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય છે. ઘણો ખેદ રહે છે. એ વિષયમાં લગભગ આખો દિવસ ખેદમાં જ વ્યતીત થઈ જાય એવી રીતે દિવસનો મોટો ભાગ ખેદમાં વ્યતીત થાય છે. અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યા કરતા હોય.... એટલે પરિણામમાં એમ જ રહ્યા કરતું હોય કે આ છોડવું છે. છોડવું છે... છોડવું છે... છૂટવું છે... છૂટવું છે. એવા સતત પરિણામ રહ્યા કરે છે. વારંવાર એ વિકલ્પ આવ્યા કરે છે.
કોઈ જીવોને એવું બને છે કે બાહ્ય સંયોગોનો ત્યાગ કરતાં એને એ ત્યાગ કરવામાં કઠણ પડે, બળ પડે, આકરું લાગે. એવું પોતાને નથી. અત્યારે આ મૂકીને ચાલી નીકળીએ તો કાંઈ એનો વિકલ્પ ફરીથી ન આવે એવી અંદરની પરિસ્થિતિ સરસ છે. છોડે તો સહજમાત્રમાં છોડી શકે એવી અંતરંગદશા તૈયાર થઈ ગઈ છે એમ કહેવું છે. તેમ છતાં ઉદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતો હોય... એટલે લંબાતો હોય. એ પૂર્વ પ્રારબ્ધનો યોગ છે. તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ?’ આમ કહેવું છે. પ્રશ્ન થોડો ઊંડો છે, એમ કહે છે. શા ઉપાયે નિવૃત્ત કરી શકાય? એવો કોઈ ઉપાય જાણવા મળે છે? તમારા ખ્યાલમાં આવે છે? એમ કહે છે.
એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે. એટલે તમારું જ્ઞાન લંબાય અને કાંઈક તમારા લક્ષમાં વાત આવે કે આ પ્રશ્નમાં શું કરવું જોઈએ, તો તે લખશો.” લખશો અથવા