________________
પત્રાંક-૫૯૮
૨૧૭ પૂજ્ય ભાઈશ્રી -ઘણું રહસ્ય છે. મુમુક્ષુ -આ ઉપર કહ્યું ને કે અલ્પ શાતા છે એ પણ સપુરુષના યોગે જ છે?
પૂજ્ય ભાઈશ્રી – એમાં તો એમણે બહુ વાત કરી છે. શાતા તો પુણ્યના ઉદયથી લોકોને થાય છે. તો કહે છે, પુણ્ય ઉત્પન્ન થવાનું મૂળ પુરુષ છે. ધર્મ ઉત્પન્ન થવાનું મૂળ તો સત્વરુષછે, એ સિવાય કોઈ નથી પણ જગતમાં પુણ્ય ઉત્પન્ન થવાનું મૂળ પણ સપુરુષ જ છે એમ અમે કહીએ છીએ. એ વાતને સ્થાપી છે. એતો લોકો ભૂલી ગયા છે અને વાત રૂઢીએ ચડી ગઈ છે એમ લખ્યું છે આગળ. એ વાત લોકોને ખબર નથી. એને રૂઢીગત અત્યારે પુણ્ય થાય છે એટલે લોકોને ખબર નથી કે આના મૂળમાં પુરુષ બેઠેલા હતા. પણ આ જગતમાં પુણ્યતત્ત્વની ઉત્પત્તિ થઈ હોય તો એનું મૂળ પણ સપુરુષ છે અને ધર્મની ઉત્પત્તિનું મૂળપણ સત્પરુષ જ છે.
મુમુક્ષુ-પુણ્યના સાધનમાં તો પુરુષ જ નીકળ્યા ને? પુણ્યના જેટલા સાધન છે એ તો સત્પરુષમાંથી ઉત્પન થયા.મંદિર છે. શાસ્ત્રબધા. - પૂજ્ય ભાઈશ્રી - બધું... બધું... બધું. કોઈ વાત બાકી નથી. બધાના મૂળમાં સપુરુષ બેઠેલા છે. આ તો ચોક્કસ વાત છે. લોકો રૂઢિએ ચડી ગયા એટલે મૂળની ખબર નથી કે આનું મૂળિયું ક્યાં ગયું છે. પણ એક અંશ શાતાથી માંડીને પરિપૂર્ણ કેવળજ્ઞાન પર્વતની જે સમાધિ છે એ બધાના મૂળમાં પુરુષ બેઠા છે. એમ કરીને મહિમા કર્યો છે.
મુમુક્ષુ બતાવનાર ઈછે.
પૂજ્ય ભાઈશ્રી - એણે ન બતાવ્યું હોત તો કેવી રીતે થાત ? એમણે ભલે ધર્મ બતાવ્યો. મૂળમાં તો ધર્મ બતાવ્યો કે આત્મધર્મ શું છે?પણ એ આત્મધર્મ બતાવ્યો એ આત્મધર્મ સમજતી વખતે પણ પહેલા તો પુણ્યની ઉત્પત્તિ થઈ જાય છે. સમજતી વખતે શું થાય? આ આવો આત્મધર્મ છે એમ જ્યાં લક્ષમાં લે તો એ વખતે વિકલ્પ કાળે બીજું શું ઉત્પન્ન થશે? ત્યારે તો પુણ્ય ઉત્પન્ન થશે. તો કહે છે, એના મૂળમાં-પુણ્યના મૂળમાં સપુરુષ છે, ધર્મના મૂળમાં પણ પુરુષ જ છે. બહુ ઊંડે જઈને વાત કરી છે. છીછરી વાત નથી વિષયો તો બહુ સારા છે.
બીજા Paragraphમાં નીચેની ત્રણ લીટી છે. કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની પૂર્ણકામતા એટલે કેવળજ્ઞાન લઈ લેવું. સર્વસમાધિ. સર્વસમાધિ એટલે કેવળજ્ઞાન ‘તેનું સપુરુષ જ કારણ છે. એનું કારણ સત્પરુષ જ છે. એના ઉપર એ વાત કરી છે. સંસાર કેવળ અશાતામય છે, કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે,