________________
૨૧૬
રાજહૃદય ભાગ-૧૨
ન કરાય, આમ કરાય. આ બાજુ ન જવાય, આ બાજુ જવાય. તું તો અનાદિથી અંદ૨ બેઠો છો. તું તો કહેતો નથી. નજીક તો તું છો પણ તું કાંઈ અમને કહેતો નથી. કેમકે એટલી તારી સ૨ળતા નથી. કેવો વ્યંગ કર્યો છે !
સત્પુરુષનું મહત્વ દર્શાવવા એમણે કેટલી કેટલી શૈલી કરી છે ! બધા Paragraphમાં જુદી જુદી શૈલી કરી છે. તારા કરતા એ સરળ છે. માટે અમને તારા કરતા પણ એના પ્રત્યે વધારે આકર્ષણ થાય છે. એમ કરીને સત્પુરુષનો મહિમા કર્યો છે. પણ રહસ્યભૂત વાત એ છે કે સત્પુરુષને ઓળખ્યા વિના કોઈ સીધો આત્માને ઓળખે એમ બને નહિ. ભલે સ્વરૂપનિશ્ચયનું પ્રકરણ બરાબર સમજાય તોપણ. ઠીક ! સ્વરૂપનિશ્ચયનું પ્રકરણ છે ને ? એ પ્રકરણ બરાબર સમજાય જાય. માટે આત્મા ઓળખાય જાય એમ પણ નહિ. સત્પુરુષ ઓળખાયા વિના કદિ આત્મસ્વરૂપની ઓળખાણ થતી નથી. કેમકે એક વ્યક્ત છે, એક અવ્યક્ત છે. તું વ્યક્તને તો જોતો નથી. અવ્યક્ત ક્યાંથી દેખાશે?
તને પ્રજ્વલિત ભડભડ ભડકે બળતી અગ્નિથી અગ્નિનું સ્વરૂપ જણાતું નથી, ઓળખાતું નથી. અગ્નિની શીખા-જ્યોત જાગતી જ્યોત. એનાથી તને અગ્નિ ન સમજાય તો ચકમકના પથ્થરમાં રહેલી અગ્નિનું સ્વરૂપ કેવી રીતે તને સમજાશે ? પથ્થ૨ તો તારો ગોળ છે. પેલી તો ઉષ્ણ છે. નજીક જાય તો ઉષ્ણતા લાગે છે. કે અગ્નિ કોને કહીએ ? કે જેનો સ્વભાવ ઉષ્ણ હોય તેને અગ્નિ કહીએ. ભડભડાટ સળગે છે તોપણ તને ખબર નથી પડતી કે અગ્નિ કોને કહેવાય ? તો ચકમકના પત્થરની અગ્નિનું સ્વરૂપ કેવી રીતે તને ઓળખાશે ?
એમ સત્પુરુષ નથી ઓળખાતા તો અંતરાત્મામાં રહેલું આત્મસ્વરૂપ તને ક્યાંથી ઓળખાય ? ત્યાં તો સ્વભાવ પ્રગટ છે, આ અપ્રગટ છે. આ વ્યક્ત છે, આ અવ્યક્ત છે. દશામાં પ્રગટ છે એ દશાને વ્યક્ત કરતા વચનો પાછા એથી વધારે પ્રગટ છે, પુદ્દગલાત્મક છે કે જેનો તને ઘણો પરિચય છે. પુદ્દગલનો તો તને ઘણો પરિચય છે. છતાં ન ઓળખાય, તો પછી આત્મસ્વરૂપ ઓળખાય એ વાતમાં તો કાંઈ માલ નથી. આટલું સત્પુરુષનું મહત્ત્વ છે. એના દર્શન બંધ કરી દેવાનો સિદ્ધાંત સમાજની અંદ૨ ફેલાવ્યો હોય તો ? સમાજની શું દશા થાય ? સમાજ ક્યાંનો કયાં પહોંચી જાય ? કે સત્પુરુષના દર્શન કરવા નહિ, વંદન કરવા નહિ, પગે લાગવું નહિ. તો શું દશા થાય ? આખો સમાજ અધોગતિમાં ચાલ્યો જાય. એક નવો અન્યમત પ્રવર્તે.
?
મુમુક્ષુ :– બહુ રહસ્યપૂર્ણ વાતને પ્રગટ કરી છે.