________________
પત્રાંક-૫૯૭
૧૯૭
છે. પછી દોષ જોવે છે તોપણ એ ધ્યેય વિહિન પ્રવૃત્તિ થઈ જાય છે. ચાલે છે તો કયાં જાવું છે એ તો પહેલા નક્કી હોવું જોઈએ ને ? કે ચાલવું છે એટલું જ નક્કી છે ? ક્યાંક જાવું છે એમ નક્કી હોવું જોઈએ. એ વાત છે.
‘તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે,...' લ્યો ! એટલે આ અંશમાં ભૂલ ખાય છે. પોતે પણ શું વિચારે છે ? કે જે આવું બધું કહેવા માગે છે એમાં અંશે આપણે કરીએ છીએ. અંશે આપણે ત્યાગ કરીએ છીએ, અંશે આપણે ૨સ ઓછો કરીએ છીએ, ક્યાંક પંચ રસ ઓછો કરે. અંશે આપણે આ તત્ત્વજ્ઞાનના વિષયનું લક્ષ કરીએ છીએ. જે કાંઈ વિચારે એમાં અંશે તો કરીએ છીએ ને ? એ અંશ ઉ૫૨ એનું વજન જાય છે. પછી બાકીના અંશમાં વિપર્યાસ છે એનું શું છે ? કચાશ છે કે વિપર્યાસ છે ? કચાશ હોય તો વાંધો નથી, વિપર્યાસ હોય તો વાંધો છે.
મુમુક્ષુ :– એ અંશ પણ ખોટો જ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– પછી કેટલું બાકી રહ્યું એના ઉપર વજન નહિ જાય. કે ઘણું બાકી છે. પણ આટલું તો મેં મેળવ્યું ને ? આટલું તો મેં મેળવ્યું ને ? આટલું તો છે ને મારામાં ? આટલું તો કરું છું ને ? આ તો છે ને ? આ સૃષ્ટિ ખોટી છે. આ યથાયોગ્ય દૃષ્ટિ નથી. આ દૃષ્ટિ દર્શનમોહને વધારે છે. કેમકે વર્તમાન અવસ્થામાં સંતુષ્ટપણું એને આવે છે. એ દર્શનમોહને વધારે છે. દર્શનમોહને વધારે છે એમ કહો કે મિથ્યાત્વને દૃઢ કરે છે એમ કહો.
મુમુક્ષુ :– દૃઢ મોક્ષેચ્છા એક શબ્દ આવે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ જ વાત છે. દૃઢ મોક્ષેચ્છાની જ વાત છે. અહીંયાં નિર્ધાર શબ્દ વાપર્યો છે એ તો વધારે ભાવભાસન થાય એવો છે.નિર્ધાર કરવો એટલે એક કામ નક્કી કર્યું કે આ કરી નાખવું જ છે. અત્યારે થતું હોય તો બીજો સમય જોતો નથી. આ વર્તમાન ક્ષણે કર્યું હોય તો બીજો સમય જોતો નથી. એ નિર્ધારેલું બંધ ન રહે. ગમે તેવું વિઘ્ન આવે તોપણ નિર્ધારેલું બંધ ન રહે. એ પૂરું કર્યે જ છૂટકો. એમ છે. સારો શબ્દ આવ્યો છે.
અંશે જણાય છે, અને કંઈ કંઈ તે પણ પર્યાયફેર દેખાય છે.’ જે કાંઈ અંશ છે એમાં પણ પર્યાયફે૨ વાત લાગે છે. જે રીતે હોવી જોઈએ એ રીતે નથી. એનું નામ પર્યાયફેર છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્યાં જ વિવેચી છે,...' વેદાંતને વિષે પણ ઠામઠામ આત્મચર્યા એટલે આત્માના વિષયક ચર્ચા ઠામ ઠામ કરી છે, ઘણી કરી છે. ‘તથાપિ તે ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે,...' સાંગોપાંગ અવિરુદ્ધ છે એમ હજુ સુધી