________________
૨૦૦
રાજહૃદય ભાગ-૧૨ શરૂ થયેલો છે. એ ક્રોડાક્રોડી સાગરથી. એટલે એની અંદર ઘણા ત્યાગીઓ થયા, મહાત્માઓ થયા, ઋષિમુનિઓ થયા. આ “રામચંદ્રજીનો વખત ચાલે છે. “વશિષ્ઠ ગુરુને એ બધાના જંગલમાં આશ્રમો ચાલતા. અધ્યાત્મ વિદ્યાઓના જંગલની અંદર આશ્રમો ચાલતા. અને આત્મજ્ઞાની ગુરુઓ ધુણી ધખાવીને ત્યાં બેઠા હોય. મોટા મોટા રાજાના રાજકુમારો પણ ત્યાં મહેલ અને મકાન છોડીને જંગલમાં રહેવા જાય. ભાઈ ! આટલા વર્ષનો Course છે. આટલા વર્ષ વિદ્યા માટે જંગલમાં રહેવાનું છે. પછી જે પદ્ધતિથી રહેવું પડે એ રીતે રહે).
એમાં કહેવાનો મતલબ શું છે? કે અત્યારે તો આપણી બધી સગવડ સચવાય પછી સ્વાધ્યાય થાય. અને જો સગવડ ન સચવાય તો પછી આપણે સ્વાધ્યાય માટે તૈયાર નથી. માટે આપણી અનુકૂળતાઓ બધી હોય એ પ્રમાણે આપણે કરીએ. ત્યાં તો એમ કહે કે તું રાજકુમાર હોય તો એકવાર તો કપડા પણ બદલવા પડશે. Uniform જેમ હોય છે એમ ત્યાં પણ જે કાંઈ વિદ્યાર્થીઓને જે કપડા પહેરવાનાં, જ્યારે ઉઠવાનું. ચાર વાગે ઉઠવાનું એટલે ચાર વાગે ઉઠવાનું જ. એ બધું એ જ વખતે એ જ રીતે બધું થાય. એમાં બીજી અગવડ-સગવડનો પ્રશ્ન વિદ્યાર્થીને માટે નથી. એટલે એનો અર્થ શું છે કે વિદ્યા પ્રાપ્ત કરવાની ગરજ કેટલી છે તારી ? એ તો બધી હજી અસ્ત્ર-શાસ્ત્રની વિદ્યાઓ હતી. આત્મજ્ઞાનની વિદ્યા તો સર્વોત્કૃષ્ટ છે. એના માટે કેટલી ગરજ હોવી જોઈએ!એ વિચારવાનું છે.
એ તો એવા સગવડવાળા હતા. એને શું ખામી હોય? રાજકુમારને ત્યાં શું ખામી હોય? એને કોઈ ખામી ન હોય. છતાં એ બધી વાત ત્યાં નહિ. આશ્રમમાં આવે ત્યાં એ કોઈ વાત નથી. વિદ્યાર્થી તરીકે આવ્યો છે. ત્યાં રાજકુમાર તરીકે નથી આવ્યો. બીજા જે હોય એની સાથે એ પ્રકારે બધું થાય. એનો અર્થ શું? એને ગરજ છે એટલી. એવિદ્યા પ્રાપ્ત કરવાની એને ગરજ છે. વિનય એટલો હોય છે. એ તો ગરજ હોય ત્યાં વિનય તો આવે જ. સીધી વાત છે.
(અમે) ભણતા ત્યારે આવતું. “સુદામા અને શ્રીકૃષ્ણના સંવાદની એક કવિતા આવતી. કે તને સાંભરે છે? “શ્રીકૃષ્ણને કહે છે કે તને સાંભરે છે? મને કેમ વિસરે ? મને કેમ વિસરે ? કે આપણે ચાર વાગે ઉઠતા, વેદની ઋચાઓ ભણતા. આવતી હતી કવિતા? તને સાંભરે છે? હું કેમ વિસરું આ બધું? એનો અર્થ શું? કે “સુદામા ગરીબમાં ગરીબ બ્રાહ્મણ હતા. અને આ મોટા ત્રણ ખંડના ધણી વાસુદેવ હતા. પણ વિદ્યાર્થીના કાળમાં તો બે જણા ચાર વાગે ઉઠીને Lesson કરતા હતા એમ એનો અર્થ