________________
૧૯૯
પત્રાંક-૫૯૭
એક વાતને-વેદાંત જેવા દર્શનના વિરોધાભાસને આ પત્રની અંદર સ્થાપે છે તો કેટલું પ્રમાણ આપે છે ! કે પોતાના અનુભવનું પ્રમાણ આપે છે. બળવાનમાં બળવાન પ્રમાણ આપે છે. અને એ અનુભવમાં પણ પુરુષાર્થનું પ્રમાણ આપે છે. કેમકે મોક્ષમાર્ગ છે એ પુરુષાર્થ આધારિત છે. પુરુષાર્થના દોરે પ્રવર્તતો એ માર્ગ છે. એટલે એ પુરુષાર્થના દોરે દોરાઈને વાત કરવી છે હવે, એમ) કહે છે. એમની કહેવાની પણ પદ્ધતિ છે કોઈ!
આશંકા કરીને એ વાતને વિચારવામાં આવે છે એ ઉપરાંત વિશેષ વિશેષ આત્મવીર્યપરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે. પુરુષાર્થની સાથે આગળ વધીને પાછો વિચાર કર્યો છે. એટલે પોતાની વિપરીતતામાં ઊભા રહીને આ વિચાર નથી કર્યો. આત્મવીર્યને પરિણમાવ્યું છે એનો અર્થ કે પોતે પુરુષાર્થમાં રહીને એનો વિચાર કર્યો છે. વિચારમાં રહીને વિચાર કર્યો છે એમ નહિ. પુરુષાર્થમાં રહીને વિચાર કર્યો છે. બે વચ્ચે મોટો ફેર છે.
કોઈ એમ કહે કે, ભાઈ ! તમે આ વાત ઉપર તમારો અભિપ્રાય આપો છો. વેદાંતદર્શન ઉપર અભિપ્રાય વ્યક્ત કરે છે ને ? તો એ અભિપ્રાય વ્યક્ત કરવામાં તમારા ક્ષયોપશમની મૂડી છે તમારી પાસે કે બીજી કાંઈ મૂડી છે? તો કહે, ક્ષયોપશમનું બળ ઉપરાંત પુરુષાર્થનું બળ પણ અમારી પાસે છે. જે પુરુષાર્થથી સ્વરૂપાનુભવ કરાય, આત્મજ્ઞાન કરાય એ પુરુષાર્થસહિત આ વાત કરવામાં આવે છે. માત્ર બુદ્ધિના ઉઘાડથી એનો અભિપ્રાય આપવામાં આવતો નથી. એમ કહે છે.
મુમુક્ષુ -અનુભવનું બળ પાછું લે છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. કોના જોરે તમે વાત કરો છો ? એમ કહે છે. ક્ષયોપશમના જોરે વાત કરો છો ? બુદ્ધિબળથી વાત કરો છો ? તો કહે છે, નહિ. આત્મવીર્યઆત્મિક પુરુષાર્થની મૂડી છે. એ દશા પ્રગટ કરી છે. આત્મજ્ઞાન આત્મપુરુષાર્થ દ્વારા પ્રગટ કર્યું છે અને પછી આ વાત ચાલે છે, એમ કહે છે.
મુમુક્ષુ:- અનુભવ પ્રમાણ.
પૂજ્ય ભાઈશ્રી – હા. આ સાધારણ વાત નથી. વેદાંતમાં ફેર છે એમ કહેવું એ સાધારણ વાત નથી). બહુમોટો સંપ્રદાય છે અને એમાં ઘણી એવી વ્યક્તિઓ થઈ ગઈ છે, નામી વ્યક્તિઓ થઈ ગઈ છે. શ્વેતાંબર આદિ બે હજાર વર્ષથી છે, સ્થાનકવાસી પાંચસો વર્ષથી છે, આ એથી જૂનો સંપ્રદાય છે. આ તો કરોડો-અબજો વર્ષથી ચાલતો હોય એવો અભિપ્રાય છે. કેમકે ભગવાન (સમયે) ૩૬ ૩ પાખંડ) ઉગ્યા એમાંથી આ