________________
પત્રાંક-૫૯૭
૨૦૩
સંપૂર્ણપણે અવિરોધી હોવા યોગ્ય છે. શું કહ્યું ? હોવા યોગ્ય છે અને છે જ. એમ બે શબ્દમાં મેં શબ્દભેદ કેમ રાખ્યો છે ? કે મારી દશા કેવળજ્ઞાનરૂપ નથી થઈ માટે.
જેથી જે અવસ્થા અપ્રગટ છે, તે અવસ્થાનું અનુમાન વર્તમાનમાં કરીએ છીએ, જેથી તે અનુમાન ઉપર અત્યંત ભાર ન દેવા યોગ્ય ગણી વિશેષ વિશેષ અવિરોધી છે એમ જણાવ્યું છે; સંપૂર્ણ અવિરોધી હોવા યોગ્ય છે, એમ લાગે છે.’ એવા જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ અમારી વર્તમાન દશાના કારણે કર્યો છે. કેવળજ્ઞાન હોય તો બીજી રીતે વાત કરીએ, કેવળજ્ઞાન નથી માટે બીજી રીતે વાત કરીએ છીએ, એમ કહે છે. એટલે ક્યાંય પણ અમે કહેવામાં પ્રમાણ બહાર જઈને વધારે કહીએ છીએ એમ વિચારવા યોગ્ય નથી. કેમકે આ તો કેટલી મધ્યસ્થતા છે એનો આંક છે એમનો. પોતે પોતાની દશાને ભાનમાં રાખીને શબ્દપ્રયોગ કરે છે, એમ કહે છે. આ પત્ર અપૂર્ણ મળ્યો છે પણ બહુ સારો પત્ર છે.
‘સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એવો આત્માને વિષે નિશ્ચય પ્રતીતિભાવ આવે છે; અને તે કેવા પુરુષને વિષે પ્રગટવું જોઈએ, એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે.’ કેટલી સ્પષ્ટતા વર્તે છે ! અમને ભલે સંપૂર્ણપણે આત્મસ્વરૂપ નથી પ્રગટ્યું પણ સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે, કોઈ પણ આત્માને વિષે પ્રગટ થઈ શકવા યોગ્ય છે, થવું જોઈએ અને એનો વિચાર કરીએ કે એ કેવા આત્માને વિષે પ્રગટ થાય ? તો અમારી નજરમાં જિનેન્દ્રદેવ આવે છે, શ્રી જિન અમારી નજરમાં આવે છે. એ સિવાય, જિન સિવાય કોઈ અમારી નજરમાં આવતું નથી. એટલે દુનિયાના તમામ દેવોનો ખ્યાલ છે, એમ કહે છે. ઇષ્ટદેવો છે ને ? દરેકને પોતપોતાના ઇષ્ટદેવો છે. કોઈ ખુદા માને છે, કોઈ ઈશ્વર માને છે, કોઈ જગતનિયંતા માને છે, કોઈ વિષ્ણુ માને છે, કોઈ મહાદેવ માને છે, આ બ્રહ્માવાળા પ્રજાપતિ બ્રહ્મા માને છે અને એવા પણ ઘણા પોતપોતાની રીતે માનતા હશે. જિનેન્દ્રદેવની તોલે કોઈ આવે એવું અમને લાગતું નથી. બહુ કહેવાની શૈલી છે, બહુ સુંદર છે.
‘સંપૂર્ણ આત્મસ્વરૂપ કોઈ પણ પુરુષને વિષે પ્રગટવું જોઈએ...’ એ અશક્ય નથી એમ લાગે છે, એ પ્રગટ થઈ શકે એવું લાગે છે. કેમકે અમને આત્મસ્વરૂપ પ્રગટ્યું છે, અધૂરું પ્રગટ્યું છે. પણ સંપૂર્ણ પ્રગટે. આ રીતે, આ પદ્ધતિએ, આ વિધિએ સંપૂર્ણ પ્રગટે એ અમને સ્પષ્ટ લાગે છે. એવા આત્માને વિષે નિશ્ચય...' એવો આત્માને વિષે અમને નિશ્ચય પ્રતીતિભાવ આવે છે;...' ખાત્રી થાય છે. અમારા અનુભવથી અમને ખાત્રી