________________
૨૦૨
રાજહૃદય ભાગ-૧૨
?
આવે છે..’ જોવામાં આવે છે એટલું નહિ તે પ્રકારે વેદવામાં પણ આવે છે. જુઓ ! શૈલી જોઈ ? ત્યાં સ્થાપ્યું તો પુરુષાર્થને સ્થાપ્યો. એનો નિષેધ કરવામાં પોતાના પુરુષાર્થની સાક્ષી આપી. અહીંયાં માન્ય કરવામાં પોતાના અનુભવની સાક્ષી આપી, કે અમે વેદીએ છીએ, અનુભવીએ છીએ. શ્રી જિને કહ્યું એવું આત્મસ્વરૂપ અવિરોધપણે જોવામાં આવે છે અને અનુભવવામાં આવે છે. એમના કથનને જોતા પણ અવિરોધપણું લાગે છે. અંદરમાં અનુભવ કરીએ છીએ ત્યારે પણ એમ જ લાગે છે. બે વાત લીધી. અનુભવની સાક્ષી લીધી છે.
તે પ્રકારે વેદવામાં આવે છે; સંપૂર્ણપણે અવિરોધી જિનનું કહેલું આત્મસ્વરૂપ હોવા યોગ્ય છે, એમ ભાસે છે.’ કેવી મહોર મારી છે ! સંપૂર્ણપણે અવિરોધી. જિનનું કહેલું જે આત્મસ્વરૂપ છે તે સંપૂર્ણપણે અવિરોધી છે અને એમ જ હોવા યોગ્ય છે અને અમારા જ્ઞાનમાં એમ જ ભાસે છે. એ જૈનદર્શન વિષે કેટલા સ્પષ્ટ છે ! આ ગ્રંથ વાંચનારા પણ ઘણા એમ વિચારે છે કે એમણે વેદાંતને માન્ય કર્યું છે. સર્વ ધર્મને એ તો માનતા હતા. એમને તો સર્વ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા હતી. સહિષ્ણુતા બીજી વાત છે. માન્ય કરવા એ બીજી વાત છે, સ્વીકાર કરવો એ સાવ બીજી વાત છે.
મુમુક્ષુ :– ...ભેદરેખાને સમજતા નથી એટલે એકબીજામાં વાતને ખતવી નાખે
છે.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો બરાબર છે. પોતાના વિચાર અનુસાર તુલના કરે. દરેક માણસ તુલના કરે એ તો પોતાના વિચાર અનુસાર અને પોતાના અભિપ્રાય અનુસાર કરે, પોતાની શક્તિ અને યોગ્યતા અનુસાર કરતા હોય છે.
મુમુક્ષુ :– યોગ્યતા બીજી વાત છે અને માન્યતા બીજી વાત છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– સાવ બીજી જ વાત છે. તદ્દન બે જુદી જુદી જ વાત છે. સહિષ્ણુતાનો અર્થ એ છે કે વિપરીતતા હોય તોપણ એને સહન કરવી એનું નામ સહિષ્ણુતા છે. સહન કરવું એના ઉ૫૨થી સહિષ્ણુ થવું એમ વાત આવી. બીજામાં વિપરીતતા છે પણ મારે તે સહન કરવાની છે. વિપરીતતાને વિપરીતતા જાણવાની છે. વિપરીતતાને અવિપરીતતા જાણવાની નથી. એમ વાત છે. જુદી જુદી વાત છે.
‘સંપૂર્ણપણે અવિરોધી જ છે, એમ કહેવામાં નથી આવતું..’ એટલે અત્યારે હું એ જૈનદર્શન સંપૂર્ણ અવિરોધી છે એમ કહેતો નથી. તેનો હેતુ માત્ર એટલો જ છે કે, સંપૂર્ણપણે આત્માવસ્થા પ્રગટી નથી.’ એટલે કેવળજ્ઞાનથી જાણીને કહું છું એમ વાત નથી. મારો જેટલો અનુભવ છે એ અનુભવ ઉપરથી હું કહું છું, કે એમણે જે કહ્યું છે તે