________________
પત્રાંક-૫૯૮
૨૦૫
આગળ વર્તમાન પરિસ્થિતિ ઉ૫૨ દોરી જવી હોય એ જાતનો આ પત્ર લાગે છે. પણ
અહીંથી આ પત્ર અપૂર્ણ રહી ગયો છે.
આપણે વર્તમાન પરિસ્થિતિમાં જે બોધ લેવા યોગ્ય જે બે-ત્રણ વાત છે એ શરૂઆતમાં જે ચર્ચીએ છીએ કે આત્મજ્ઞાન અને મોક્ષ પ્રત્યે લક્ષ હોવા છતાં પણ જ્યાં સુધી આ માર્ગનો, આ ધ્યેયનો સંપૂર્ણ યથાતથ્ય નિર્ધાર કરવામાં આવતો નથી ત્યાં સુધી, જેમ વેદાંતાદિ દર્શનમાં વિપર્યાસ રહી ગયો એવો કોઈ ને કોઈ મોટો વિપર્યાસ રહી જવાની સંભાવના છે. માટે આત્મજ્ઞાનનો વિષય આપણે આદર્યો છે કે હાથમાં લીધો છે કે એનું અધ્યયન ચાલે છે કે એનો સ્વાધ્યાય ચાલે છે માટે આપણે કાંઈ ફીકર નથી એમ વિચારવા જેવું નથી. આમાંથી ખાસ વાત આ નીકળે છે. એ ૫૯૭ (પત્ર) પૂરો થયો.
પત્રાંક-૫૯૮
મુંબઈ, વૈશાખ વદ ૧૦, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે નમસ્કારપૂર્વક–શ્રી સાયલા. આજે પત્ર ૧ મળ્યું છે.
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ?' એપ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણિત રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.' એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે પરાણે ઉપાધિયોગ પ્રાપ્ત થતો હોય, તે પ્રત્યે રાગદ્વેષાદિ પરિણતિ ઓછી હોય, ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય, અને તે ઉપાધિને ત્યાગ કરવામાં પરિણામ રહ્યાં કરતા હોય, તેમ છતાં ઉદયબળથી ઉપાધિપ્રસંગ વર્તતો હોય તો તે શા ઉપાયે નિવૃત્ત કરી શકાય ?” એ પ્રશ્ન વિષે જે લક્ષ પહોંચે તે લખશો.
ભાવાર્થપ્રકાશ’ ગ્રંથ અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની