________________
૨૦૮
ચજહૃદય ભાગ-૧૨ વિષે સૂચન માગ્યું છે, કે તમે શું સૂચવો છો ? મારે તો આ એક સમસ્યા છે. વર્તમાનમાં આમારી સમસ્યા છે. એમાં તમારું સૂચન શું આવે છે?
મુમુક્ષુ-પ૬૬ પત્રમાં એ પ્રશ્ન પૂછ્યો છે. પૂજ્ય ભાઈશ્રી:-પ૬ ૬માં એ પ્રશ્ન છે ને?પછી અહીં દોહરાવ્યો છે.
સંસારના મુખ્ય કારણ પ્રેમબંધન તથા વેષબંધન....” “અશરણ એવા સંસારને વિષે નિશ્ચિત બુદ્ધિએ વ્યવહાર કરવો જેને યોગ્ય જણાતો ન હોય. એટલે પોતાને. “અને તે વ્યવહારનો સંબંધ નિવૃત્ત કરતાં તથા ઓછો કરતાં વિશેષ કાળ વ્યતીત થયા કરતો હોય તો તે કામ અલ્પકાળમાં કરવા માટે જીવને શું કરવું ઘટે? પોતા ઉપર જ એ પ્રશ્ન છે. એ પ્રશ્ન એમણે ફાગણ સુદમાં પૂડ્યો છે. ફાગણ સુદ, ચૈત્ર સુદ, વૈશાખ સુદ અને વૈશાખ વદ અઢી મહીને પાછી એની એ ચર્ચા ફરીને પોતે પોતાના માટે પત્રવ્યવહારની અંદર કાઢી છે.
અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે... કારણ કે એમાં કાળ વિશેષ વ્યતીત થાય છે ને ? તો તે અલ્પકાળમાં કરવા માટે શું કરવું એ પ્રશ્ન છે ને ? એટલે એ વાત પહેલા લીધી. “અલ્પકાળમાં ઉપાધિરહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ? શીધ્રપણે. એટલે બહારનો વ્યવહાર અને છૂટી જાય. એ પ્રશ્ન અમે લખ્યું હતું. એ આ અઢી મહિના પહેલા.
તેના ઉત્તરમાં તમે લખ્યું છે. હવે એમનો ઉત્તર પણ આવ્યો છે. એ અહીં દોહરાવે છે. સારી વાત છે કે એ વાત અહીં પોતે લખે છે. કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી. અલ્પ પણ રાગ છે એટલું તમને બંધન છે. આ મારા ભાગીદાર છે, આમારા કુટુંબ માટે કરવું પડે છે. અને આ બધું જે વ્યાપારની અંદર પથારો કર્યો છે, આ બધો પથારો કરવામાં હું પણ વચ્ચે કારણરૂપ છું. હું પણ એક કારણરૂપ છું. તો એવી રીતે જે પોતાનો સંબંધ એ પ્રકારના રાગને લઈને વિચારવામાં આવે છે. નિશ્ચયે સંબંધ છે?
માનો કે કોઈપણ માણસનું આયુષ્ય નાની ઉમરમાં પૂરું થાય. એના હજાર કામ બાકી છે એમ સમજો. નાની ઉંમરમાં તો માણસના બધા કામ બાકી હોય. છતાં એકેય કામને અડ્યા વગર એને તો ત્યાંથી ગેરહાજર થવું જ પડે. થવું પડે કે ન થવું પડે? એને એ બધા કામો સાથે કેટલો સંબંધ હતો ? એને માન્યો હતો કે મારે સોએ સો ટકાનો સંબંધ છે. કુદરત એમ કહે છે કે તારે એક ટકાનો પણ સંબંધ નહોતો. કાંઈ લેવાકે દેવા.