________________
પત્રાંક-૫૯૮
૨૧૩ પોતાનો રાગ છે ત્યાં સુધી પોતાને બંધન છે. પોતે પોતાના રાગથી બંધાય છે. બીજા કારણે કોઈ બંધાતો નથી. ન તો સંયોગના કારણે બંધાય છે, ન તો પ્રતિકૂળતાઓને કારણે બંધાય છે, ન તો અનુકૂળતાઓને કારણે બંધાય છે, ન તો કુટુંબને કારણે પણ બંધાય છે. પણ જેતે પ્રકારના સંયોગો પ્રત્યે પોતાનો રાગ છે એનું બંધન જીવને પોતાને છે. આ સિદ્ધાંતિક વાત છે.
તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય.” આત્મા આત્મારૂપ પરિણમે, આત્મા વિશેષ અસંગદશાએ પરિણમે ત્યારે એ રાગ ઘસાય જાય, એ રાગનો અભાવ થાય ત્યારે ઉપાધિરહિત થઈ શકાય. તે વખતે અલ્પકાળમાં એટલે તરત જ ઉપાધિરહિત થઈ શકાય. કેમકે પ્રશ્ન એ છે કે તરત જ ઉપાધિરહિત થવું છે અમારે. હવે સુરતમાં થયું છે. સુરતમાં થવા માટે શું કરવું? રાગ છોડી દ્યો. રાગ મટી જવો જોઈએ. અને રાગનો અભાવ થાય તો બંધન છૂટી જશે. રાગથી બંધન છૂટી ગયું એટલે બીજા કાર્યો પ્રત્યે રાગની ઉત્પત્તિ નહિ થાય,વિકલ્પની ઉત્પત્તિ નહિ થાય. આપોઆપ જ એ પ્રકારની પ્રવૃત્તિની ઉપાધિ છૂટી જશે. ઉપાધિ તો રાગભાવમાં છે ને ? જે સંયોગોને લઈને આ જીવ ઉપાધિ કરે છે તે સંયોગો ઉપર તો ઉપાધિનો ઉપચાર કરાય છે કે અત્યારે અમારે આ ઉપાધિ છે, અત્યારે અમારે આટલી ઉપાધિ છે. પણ ખરેખર એટલી ઉપાધિ છે એવો પોતાનો રાગ છે એમ ઉપાધિ છે. ઉપાધિ તો રાગમાં રહેલી છે, સામા પદાર્થમાં નથી.
એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. વાત તો તમારી સાચી છે. એ વાતમાં અમારે કાંઈ કહેવું નથી. પણ અમારો પ્રશ્ન થોડો સૂક્ષ્મ છે એમ કહે છે. તમે જે General વાત કરી એના કરતા અમારો પ્રશ્ન થોડો સૂક્ષ્મ છે.
મુમુક્ષુ – જ્ઞાનીને “સોભાગભાઈ લખે છે કે તમે પુરુષાર્થ વધારો. પુરુષાર્થ વધારો તો તમારી વીતરાગતા વધતો રાગ ઘટે.
પૂજ્ય ભાઈશ્રી :- . એમને તમે આપ કરો એ Tone નથી વાપર્યો. એવા Toneમાં નથી વાત કરી. બોલવા-બોલવામાં ફેર પડે. બહુ મોટો ફેર પડી જાય છે. તકરાર શેમાંથી થાય છે? બોલવામાં ફેર પડે ત્યારે. એ જ વાત સૌમ્યભાષામાં કહો તો તકરારન થાય. એ જ ભાવ, એ જવાત બીજા Tone માં કરો તો તકરાર થાય.
એમણે તો શું કહ્યું? આપના માટે નહિ, કોઈ પણ જીવને જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિ છે. એ રાગબંધન આત્મપરિણતિને લઈને ઓછું થઈ જાય, અભાવ થઈ જાય તો અલ્પકાળમાં તેથી રહિત થઈ શકાય. એવું જે એમને ભાસ્યું, એ એમણે