________________
પત્રાંક-૫૯૮
‘સોભાગભાઈ’નો પુરુષાર્થ જાગે.
પૂજ્ય ભાઈશ્રી :– સોભાગભાઈ’નો પુરુષાર્થ જાગે... એ તો સ્વલક્ષી વિચારધારાવાળા જીવ હતા. એટલે તો સહેજે એમને એ વિચાર આવે ખરો. પણ એમને પોતાની પણ આ સમસ્યા જ છે. વર્તમાનમાં પોતાની પણ સમસ્યા એટલા માટે છે કે એમને જે ત્રણેક વર્ષનો સમય ગયો, છેલ્લા ત્રણેક વર્ષનો જે સમય વ્યવસાયમાં ગયો એ અસહ્ય થઈ પડ્યું છે. ચોવીશમે વર્ષે જ્ઞાનપ્રાપ્તિ થઈ. ઘણી મસ્તી હતી. પચ્ચીસમા વર્ષથી પછી જે ‘મુંબઈ” રહેવાનું થયું. ૨૫, ૨૬, ૨૭. એ અસહ્ય થઈ પડ્યું છે. આ વ્યર્થ પ્રવૃત્તિમાં આટલો બધો સમય દેવાનો ? આ બધી ઉપાધિ કરવામાં આવું કિંમતી આયુષ્ય એમાં ગુમાવવાનું ? એ વસ્તુ પોતાને સહન થતી નથી. બીજી બાજુ રાગ રહી ગયો કહો કે ઉદય કહો, કે પુરુષાર્થનો પ્રકાર કહો, એ જે લોકોની સાથે જોડાયા છે એ કોઈનું મન દુભવાય તો એ મન દુભવવા તૈયાર નથી. ન તો કુટુંબના સભ્યોનું મન દુભવવા તૈયાર છે, ન તો ભાગીદારોનું પણ મન દુભવવા તૈયાર છે. હવે એ મન દુભવવાનો પ્રકા૨ અને વીતરાગતા લાવવાનો પ્રકા૨-આ બે વચ્ચે જે વિરોધાભાસ છે એને કઈ યુક્તિથી મટાડવો ? આ પ્રશ્ન છે.
ન
એક વિચાર કરીએ. ચક્રવર્તી જ્યારે છોડે છે ત્યારે કાંઈ એના કુટુંબીઓનું મન નથી દુભાતું ? એ બધાને એના ઉ૫૨ લાગણી નહોતી ? કે એનું તો સર્વસ્વ જ એ હતું. એ વખતે વીતરાગતામાં એની પરિણતિ જ નિરસ થઈ જાય છે. મારા પરિણામ કામ ન કરે હું શું કરું ? એ પરિણામ કામ ન કરે એ પરિસ્થિતિ કેવી રીતે આવે છે ? કે એ પહેલા આવી અસહ્ય પરિસ્થિતિ થાય છે પછી એનું ફળ આવે છે. ત્યારે એ પરિણમન આવે છે. જરાવિશેષે કરીને વિચારવા યોગ્ય વિષય છે. અહીં સુધી રાખીએ...
૨૧૧
મુમુક્ષુના પરિણામોમાં ચડાણ-ઉતાર થયા કરે છે, તેનું કારણ હજી ચડતી શ્રેણીમાં આવેલ નથી. પરિણામમાં દોષ થાય, અને તેનો બચાવ થાય, તો તે દોષ અભિપ્રાય સહિત જાણવા યોગ્ય છે, જો અભિપ્રાય વિરુદ્ધ દોષ થાય, તો તેનો બચાવ ન થાય, પરંતુ ખેદ થાય, અભિપ્રાયના બહાને બચાવ થાય, તે અભિપ્રાયની ભૂલ છે. (અનુભવ સંજીવની–૧૪૬૯)