________________
પત્રાંક-૫૯૮
૨૦૯ તું ક્યાં નેઈ ક્યાં ? આ પરિસ્થિતિ છે. જવાબ બહુ સરસ આપ્યો છે.
કે જ્યાં સુધી રાગબંધન છે. એની સાથેનું જોડાણ તમે વિચારો છો ત્યાં સુધી ઉપાધિરહિત નહિ થવાય, ત્યાં સુધી આ ઉપાધિ ચાલશે. “અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય.' એ રાગ ઘટી જાય. પરિસ્થિતિ ત્યાંની ત્યાં ભલે રહે, રાગ ઘટી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય. એટલે રાગ ઘટવો જોઈએ. વીતરાગતા વધવી જોઈએ અને રાગ ઘટવો જોઈએ. ચક્રવર્તીને શું થાય ? છ— હજાર રાણી છોડીને “ભરત ચક્રવર્તી ચાલી નીકળ્યા. થયું શું? છ— હજારનું શું થાશે એ વિચાર કરવા રહ્યા? મારે લેવા કે દેવા કાંઈ. મારો રાગ હતો ત્યાં સુધીનો સંબંધ, મારો રાગ તૂટ્યો તો સંબંધ પૂરો થઈ ગયો. સંયોગો એમને એમ રહી ગયા. મારો રાગ તૂટ્યો સંબંધ પૂરો થઈ ગયો. સંબંધ ક્યાં સુધી ? કે રાગ છે ત્યાં સુધી. બહુ સરસ જવાબ આપ્યો છે.
સોભાગભાઈએ જે જવાબ આપ્યો છે એ ઉપરથી એમ લાગે છે કે એમની વિચારશક્તિ ઘણી હતી. આ એમના પત્રોનો અભ્યાસ કરવાનું કારણ એ છે. મુમુક્ષુની દશામાં પણ વિચારશક્તિ ઘણી હતી અને જ્ઞાની-આવા મહાપુરુષ સૂચન માગે તો એમના સૂચનને એમ કહે કે તમારી વાત યથાર્થ છે. તો એ કોઈ નિર્મળતા હતી, એ કોઈ વિચારશક્તિ હતી.
મુમુક્ષુ-જીવની પાત્રતા અને લાયકાત?
પૂજ્ય ભાઈશ્રી – બરાબર, પાત્રતા બહુ સારી, નિર્મળતા બહુ સારી, યોગ્યતા ઘણી સારી. અને આત્મહિતના વિષયમાં વિચારવાની શક્તિ ઘણી ! ઘણી સારી શક્તિ હતી!!
તેવી પરિણતિ.” પરિણતિનો વિષય લીધો છે. આત્મપરિણતિથી એ બંધન ઓછું પડી જાય તેવી પરિણતિ રહે. પરિણતિ એ જાતની કાર્યો તમે ઉપયોગથી ગમે તે કરો. પરિણતિ તમારી ઘટી ગઈ હોય. વીતરાગતા વધે તો થાય ને? “અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.” વીતરાગતાની પરિણતિ વધે તો રાગની પરિણતિ ઘટે. કારણ કે બળ તો પરિણતિનું છે. છદ્મસ્થ અવસ્થામાં બળ તો પરિણતિનું છે. આ કેમ છૂટાતું નથી? કે પરિણતિમાં ફેર નથી પડતો, એમ કહે છે. બહુ ગૂઢ ઉત્તરદીધો છે, હોં!
એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. એનો અર્થ શું થાય ? કે જ્ઞાનદશામાં મોક્ષમાર્ગી જીવોને પણ જેટલી પરિણતિ મજબૂત એટલું તેને તે ગુણસ્થાનમાં ઉચ્ચ કોટીનું પરિણમન ગણવું. જેટલી પરિણતિ હીણી એટલું તે જ ગુણસ્થાનમાં જઘન્ય