________________
૨૦૬
રાજદ્રય ભાગ-૧૨
રચનાનથી; એમ મને લાગે છે.
શ્રી ડુંગરે અને પુરુષ એક વરખ હે' એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે. શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે, એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. જીવના પુરુષાર્થધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે, એટલો તેવાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે.
શ્રી નવલચંદના હાલ બે પત્તાં અત્રે આવ્યાં હતાં, કંઈક ધર્મ પ્રકારને જાણવા વિષે હાલ તેમની ઇચ્છા થઈ છે, તથાપિ તે અભ્યાસ અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. જો કોઈ પૂર્વના કારણયોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવપરિણામે ધર્મવિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોપશમ છે.
તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે, “વ્યવહારની ઝાળ પાંદડે પાંદડે પરજળી એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે.
તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિષે વિશેષ ચિત્ત છે એમ લખ્યું તે વિશેષ કરી જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્ય બિહાર)થી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે, પણ તે એવા વિચારવાનને રહેતે ઘટારત નથી; પછી બીજા સાધારણ જીવોને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય?
એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાંખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અને ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ના' લખવા જેવું બને છે; કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે. તમારા તથા શ્રી ડુંગરના