________________
પત્રાંક-૫૯૭
૨૦૧
છે. એવા લોકો થયા છે એને ઘણા બુદ્ધિવાળા, ઘણા ત્યાગી (હોય) તોપણ વિપર્યાસ હજી છે એમ અહીંયાં નક્કી કરે છે. તોપણ વિપર્યાસ રહે છે. વિપર્યાસ કાઢવા માટે કેટલી કાળજી લેવી પડે ? એ વિચારવાનું છે.
વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી.’ એટલે કે ત્યાં વિરુદ્ધપણું છે. ભલે કહે છે, ઘણી બુદ્ધિ લગાવી છે, ઘણી વાતો કરી છે, ઘણા ઉઘાડવાળા છે, ઘણા ત્યાગી છે. બધી વાત સાચી. વિરોધપણું છે, અવિરોધપણું નથી. આ મોટો ભેદ લીધો. કેમકે વિપર્યાસમાં થોડો વિપર્યાસ અને ઝાઝો વિપર્યાસનો પ્રશ્ન નથી. વિપર્યાસ થાય ત્યારે સોએ સો ટકા એને ગણવામાં આવે છે. માટે મોટો ભેદ લીધો, કે એમાં મોટો ભેદ જોવામાં આવે છે.’ અને તે તે પ્રકારે... અને એ સાંખ્ય આદિ બીજા જે વેદાંતના અભિપ્રાયો છે એ બધા દર્શનોની અંદર આ મોટો તફાવત જોવામાં આવે છે.
એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં આવે છે...’ જિનેન્દ્રદેવે જે વાત કરી છે (એમાં અવિરોધપણું જોવામાં આવે છે). એનું કા૨ણ છે કે આત્મામાં એક અગુરુલઘુ નામનો ગુણ છે. એક દ્રવ્ય ગમે તેટલા હીણા પરિણામે પરિણમે. જેમકે આત્મદ્રવ્ય ચૈતન્ય. નિગોદમાં જાય તો પણ જડ ન થાય. કેમકે અલઘુ છે. કેવળજ્ઞાન થાય અને લોકાલોકને પ્રકાશે તોપણ એક પણ પરદ્રવ્યરૂપે ન થાય. એક ન્યાયે જે જ્ઞાનને લોકાલોક વ્યાપક કહેવાય તોપણ તે વ્યાપક છે એ કહેવામાત્ર છે. વ્યાપીને જાણે એટલું સ૨સ જાણે (છતાં) પરદ્રવ્યરૂપે એક અંશે થતું નથી. કેમકે એ અગુરુ છે. ગુરુ છે પણ અગુરુ છે. લઘુ છે તોપણ અલઘુ છે. હવે આ જે ગુણ છે એ કેવળજ્ઞાનગોચર છે. કેવી રીતે અન્યમતિ કહે ? અન્યમતિ કેવી રીતે કહે ? જ્યાં કેવળજ્ઞાન નથી ત્યાં એ ધર્મનું, એ ગુણનું કોઈ જ્ઞાન થતું નથી. કહે કેવી રીતે ? એવી ઘણી વાતો છે. એટલે એમ કહે છે.
મુમુક્ષુ :– આ તો વકતવ્ય ગુણો છે એ પણ નથી આવતા. અવ્યક્ત ગુણો તો એને ક્યાંથી આવે ?
પૂજ્ય ભાઈશ્રી :– આવવાનો પ્રશ્ન જ નથી. એ તો અવ્યક્તની ઘણી વાતો રહી જાય છે. વક્તવ્યમાં છે એના ઉપરથી જ બધો નિર્ણય કરવો પડે ને ? અવ્યક્તનો તો નિર્ણય કેવી રીતે થાય ?
‘એકમાત્ર શ્રી જિને કહ્યું છે તે આત્મસ્વરૂપ વિશેષ વિશેષ અવિરોધી જોવામાં