________________
૧૭૪
રાજહૃદય ભાગ-૧૨
પણ રોગ જ કહ્યો છે. ક્ષુધા પણ રોગ છે અને વૃદ્ધાવસ્થા પણ રોગ છે. લૌકિકમાં ક્ષુધાને રોગ નથી ગણતા. ભૂખ ન લાગે તો રોગ ગણે છે. ભૂખ સારી લાગે તો તંદુરસ્તી ગણે છે. એ પણ જીવને રોગ છે. પૂજામાં આવે છે કે નહિ ? ક્ષુધારોગ વિનાશનાય નૈવેદ્ય (નિર્વપામિતી સ્વાહા)’. ભગવાનને નૈવેદ્ય સમર્પણ કરે છે એ પોતાના ક્ષુધારોગના નાશની ભાવના માટે છે.
સંક્ષેપમાં શરી૨ છે એ જીવને દુઃખનું નિમિત્ત થાય છે. દુઃખનું નિમિત્ત થઈ પડે છે. એની અવસ્થાઓ દુઃખરૂપ થઈ પડે છે કે જેના ઉપર વધુમાં વધુ રાગ છે. શરીર વધારે નજીક છે એનાથી દુઃખ થાય છે તો બીજા દૂરવર્તી જે પદાર્થો છે, ક્ષેત્રથી દૂર છે એ પદાર્થોથી સુખ થાય એવું ભલે અત્યાર સુધી માન્યું હોય, સ્વીકાર્યું હોય, એ નિર્ણય બદલવા જેવો છે. જ્ઞાનીપુરુષોના વચનોના આધારે એ નિર્ણય બદલવા જેવો છે, એમ કહે છે.
શરી૨ અને બધા પદાર્થો પ્રત્યેની જે સ્વીકૃત માન્યતા-Conception જેને કહે છે એ બદલવા જેવી છે, બદલ્યા વગર છૂટકો નથી. જોકે જ્ઞાનીપુરુષ એમ કહે છે કે તને એમ માનતા તારી બુદ્ધિમાં એક વાર તારે પોતાને ઊભા રહી જવું પડે એવું છે. ક્ષોભ પામે એટલે હિચકિચાહટ થાય. તેં જે માન્યું છે એ ખરેખર સાચું છે કે કેમ ? જરાક વિચાર કરતાં તારે ઊભા રહેવું પડે એવું છે. એમ નથી કહેતા કે હું કહું એમ તું માની લે. હું કહું છું માટે તું સ્વીકારી લે એમ નથી કહેતા. પણ એકવાર તો તું એનો વિચા૨ ક૨ કે ખરેખર આ સુખના કા૨ણો છે ? ખરેખર એનાથી મને સુખ મળે છે ? સુખ થાય જ છે ? એક વખત જરા ક્ષોભ પામીને, ઊભો રહી જઈને વિચા૨ ક૨ે તો તને ખ્યાલ આવશે કે સુખ નહિ પણ દુઃખ વધારે થાય છે. આકુળતા, તે તે પદાર્થોના લક્ષે જીવને આકુળતા ઉત્પન્ન થાય છે. એવું જરૂર તને વિચારતા લાગશે. અને તો પછી સુખ માટે કોઈ બીજો વિચાર, બીજો ઉપાય હોવો જોઈએ એવી તારી બુદ્ધિની અંદર કોઈ વાત ઉત્પન્ન થયા વગ૨ રહેવી જોઈએ નહિ.
આવા પ્રકા૨ની જે વિચારણા એને વિચારવાન કહે છે. વિચારવાનની બુદ્ધિ...’ એમ કહ્યું ને ? કેવા જીવની બુદ્ધિ કીધી ? કે વિચારવાનની બુદ્ધિ...’ એનો અર્થ એ પણ થયો કે જે જીવો શરી૨, ધન અને બીજા સુખના સાધનોમાં સુખ માને છે અને એ સિવાય જેને બીજો વિકલ્પ નથી એને જ્ઞાનીપુરુષો વિચારવાન જીવ કહેતા નથી. એમ પણ થયું ને એમાંથી ? કે જ્ઞાનીપુરુષો એને વિચારવાન જીવ નથી કહેતા. વિચારવાન જીવ તે છે કે ચાલતી પરિસ્થિતિમાં આખી દુનિયા માને છે એના કરતાં પોતાના અનુભવ તપાસીને