________________
૧૮૬
રાજહૃદય ભાગ-૧૨ મૂકાય? સૌથી અનુકૂળ વર્તે તોપણ.
એમ તમે કોના વચન ઉપર વિશ્વાસ મૂકશો ? કે જેના વચન ઉપર વિશ્વાસ મૂકો એનું ધ્યેય તપાસી લેવું. નહિતર એનું લક્ષ કાંઈક છે, વાત કાંઈક કરે છે. ગમે એટલી અનુકૂળ વાત કરે, વિશ્વસનીય નથી. બસ! આ Thermometere લઈને મૂકવાનું છે. ગમે ત્યાં જાવ,ગમે તેને સાંભળો. હળવેક રહીને ખાનગીમાં, બાજુમાં બેસીને પૂછી લેવું. જરાક આપનું ધ્યેય જાણવું છે. કેવી રીતે શરૂ કર્યું છે ? આ માર્ગમાં તમે આવ્યા એમાં શરૂઆત કેવી રીતે કરી છે ? તરત ખ્યાલ આવી જશે કે આ વિશ્વસનીય છે કે અવિશ્વસનીય છે.
મુમુક્ષ :- વીતરાગતાનો શબ્દાર્થ જાણનારા જૈનદર્શનમાં બહુ ઓછા હશે. શબ્દાર્થ, ભાવ તો પછીની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી:-બહુગંભીર વાતો કરી છે.
મુમુક્ષુ - કોઈ પણ માણસ ધર્મમાર્ગમાં આગળ વધેલો દેખાતો હોય એનો પરિચય થઈ જવાનો પ્રસંગ થાય તો આ વાત પહેલા Check કરી લેવી?
પૂજ્ય ભાઈશ્રી – કરવી જોઈએ. તો Line બરાબર ચાલે છે કે નહિ, તરત ખબર પડે. નહિતર તો એની Line જબરાબર ચાલતી નથી. ધારેલું તો અન્યમતિઓ કહે છે. જૈનદર્શન જેવી આત્માની અને વીતરાગતાની વાતો કરે છે એવી વાતો તો અન્ય દર્શનો કરે છે. આત્માથી આત્મામાં સંતુષ્ટ થવું તેને સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ, ..પણ ધ્યેયનું શું? બીજો શ્લોક આવે કે માર તું તારે, હું બેઠો છું. પરસ્પર વિરુદ્ધતા આવ્યા વિના રહે જ નહિ. એટલે તો એમણે જ્ઞાનીની વાણી માટે પત્રાંક) ૬૭૯માં એ વાત કરી કે, પૂર્વાપર અવિરોધપણું એ જ્ઞાનીની વાણીનું ખાસ લક્ષણ છે. ક્યાંય વિરોધ ન આવે એને. પદાર્થદર્શન છે ને ? એટલે વિરોધ કેવી રીતે આવે ?વિરોધી ધર્મને પણ જાણે છે. એટલે અવિરોધ વચન કહી શકે છે.
મુમુક્ષુ –પોતે પોતાનું પહેલા ધ્યેય બાંધે એ માણસ એ રીતે Checkકરી શકે છે. પાછું અહીંયાં આવીને પાછું અહીંયા જ આવવું પડે છે.
પૂજ્ય ભાઈશ્રી:- એ તો છે જ. પરીક્ષા કરવી છે તો પરીક્ષા કરવાની ક્ષમતા પણ હોવી જ જોઈએ. પરીક્ષા કરવી છે અને પરીક્ષા કરવાની યોગ્યતા ન હોય તો પરીક્ષા કેવી રીતે કરશો ? એ તો પોતાના જેવો જ બીજાને ગોતશે. જે ધ્યેયે પોતે ઉપડ્યો છે, જે યોગ્યતા પોતાની રાખે છે, પોતાને ભળતી યોગ્યતા હશે તો નહિ ખબર પડે). મિત્રાચારી કોની વચ્ચે થાય છે? સરખી પ્રકૃતિવાળાની વચ્ચે. એક કંજુસ અને એક