________________
પત્રાંક-૫૯૬
૧૮૭
ઉદાર હોય તો મિત્ર ન રહી શકે. કારણ કે મતભેદ જ પડે. ઓલો કહે ખર્ચવું છે, આ કહે નથી ખર્ચવું. સરખી પ્રકૃતિ હોય ત્યાં જ મિત્રતા થાય છે ને ? કેવી રીતે મિત્રતા થાય છે ? સીધી વાત છે. પોતાની યોગ્યતા પ્રમાણે સંગ ક૨વો જોઈએ. યોગ્યતા પ્રમાણે એટલે ... કરે છે. જેને જે ગમે છે એ પસંદ કરે છે. અહીંયાં કહે છે કે તને વીતરાગતા પસંદ છે ? તને પરિપૂર્ણ વીતરાગતા પસંદ છે ? તો એ રસ્તાએ ચાલતા હોય એની સાથે તું ચાલજે. એ રસ્તે ન ચાલતા હોય એને રસ્તે તું નહિ ચાલતો. તને નુકસાન થાશે.
મુમુક્ષુ :– સરસ વાત આવી. વીતરાગતાનું જેને ધ્યેય છે એનો સંગ કરવો.
=
=
પૂજ્ય ભાઈશ્રી :– એટલે જ કહ્યું, જે પુરુષની માન્યતા કરવી છે, જે પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, એમ કહેવું છે. કેમકે જ્ઞાનમાં લોકો ભૂલા પડે છે. વીતરાગતાનો બોલ લેવાનું કારણ એમને પ્રયોજન છે કે જ્ઞાનમાં લોકો ભૂલા પડે છે, વાણીમાં ભૂલા પડે છે, ભાષામાં ભૂલા પડે છે. ચક્કર ખાય છે. બહુ સારી ભાષા, બહુ છટા સરસ, બહુ જોરદાર બોલે છે.
થોડા વખત પહેલા તો એમ જ વાત ચાલતી હતી. ભાઈ ! તને ભાષા બહુ ગમીને ? તું ‘રજનીશપુરમ’માં વયો જા. કેમકે એ અત્યારે દુનિયામાં એક નંબરનો માણસ છે. હવે તો એ પણ વયા ગયા અને બધું વિખાય ગયું. ભાષાવાળાની દશા એ થાય. ભાષાનું આકર્ષણ થાય એ છેવટે એ જગ્યાએ વયો જાય. કેમકે જેને જે ગમે છે એ જ પસંદ કરવાના છે. ક્ષયોપશમનો વ્યામોહ છે એ ક્ષયોપશમવાળાને પસંદ ક૨શે. ભાઈ, ઘણું જાણે છે, ઘણી વાત કરે છે, કેટલા પડખેથી સમજાવે છે ! બહુ સરસ.. બહુ સરસ... બહુ સરસ (લાગે છે) તો એ ત્યાં જશે.
અહીંયાં (એ લ્યે છે), વીતરાગતાનું ધ્યેય અને વીતરાગતાનું અનુસરણ, વીતરાગતાની પ્રાપ્તિ આ મુદ્દો ચકાસી લેવો. જૈનદર્શન સિવાય કોઈ દર્શનની અંદર વીતરાગતાની પ્રાપ્તિ થતી નથી. કેમકે એનું ધ્યેય ખોટું છે. વીતરાગતાની શરૂઆત જ ન થાય, પ્રારંભ જ ન થાય. કારણ કે એનું ધ્યેય ખોટું છે એ એની મૂર્તિઓ સ્થાપના દેખાડે છે. એની જે સ્થાપના છે એ સ્પષ્ટ કરે છે.
મુમુક્ષુ :– પરીક્ષા કરતા આવડી જાય તો પછી પ૨ીક્ષક પાસે જવાની જરૂર શું રહી?
=
પૂજ્ય ભાઈશ્રી :– એમાં એમ છે કે જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે ત્યાં સુધી સંગ કરવાનો એક ભાવ આવે છે. અને સંગ કરવામાં વિવેક કરવો પડે છે કે સંગ કોનો કરવો. સંગ કરવા યોગ્યનો સંગ કરવો કે સંગ નહિ કરવા યોગ્યનો સંગ કરવો ? નહિ