________________
૧૮૯
પત્રાંક-૫૯૬ માનતા. આચાર્યોનું માનજો અને સમ્યગ્દષ્ટિ ધર્માત્માનું ન માનતા, એમ અહીંયાં નથી કહેવું. અહીં એ વિષય નથી ચાલતો. અંશે વીતરાગતા એટલે મોક્ષમાર્ગવાળાની વાત નથી.
મુમુક્ષુ -અંશે એટલે બીજા દર્શનવાળા અંશે કહે છે એટલે એટલા પૂરતી જ વાત રાખવી કે અમુક જ?
પૂજ્ય ભાઈશ્રી -એમાં વીતરાગતાની વાત આવે છે. પણ વીતરાગતા પ્રાપ્ત કરી છે? આ સવાલ છે. વીતરાગતાની પ્રાપ્તિ જ નહિ જોવામાં આવે ત્યાં ત્યાગ જોવામાં આવશે, જ્ઞાન જોવામાં આવશે, વીતરાગતાની પ્રાપ્તિ નહિ જોવામાં આવે.
મુમુક્ષુ – અહીં અંશે વીતરાગતા કહી એ સિદ્ધાંતિક રૂપમાં ગુણસ્થાનની વાત
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એ વાત નથી લેવી. અન્યદર્શન સાંખ્ય સાથે લેવી. કોઈ અંશે એને વીતરાગતા છે?
મુમુક્ષુ તેટલે અંશે તે પુરુષનું વચન માન્ય કરવા યોગ્ય છે. પૂજ્ય ભાઈશ્રી યોગ્ય છે. વીતરાગતાના અંશ કેટલા છે એ જોઈ લેવા. મુમુક્ષુ -જ્યાં વીતરાગતા હોય એ જમાનવું. પૂજ્ય ભાઈશ્રી –એ માનવું. એમ કહેવું છે. -
મુમુક્ષુ –એ ગોતવા જાય ત્યારે વીતરાગતા દેખાતી નથી. એટલે પૂરેપૂરો નિષેધ થઈ ગયો. બહુ ગૂઢ ભાષામાં લખ્યું છે.
પૂજ્ય ભાઈશ્રી – ભાષા એવી છે. જરા સમજવું મુશ્કેલ પડે એવી ભાષા છે. પણ એમને એમ કહેવું છે કે, બીજાને... અજ્ઞાની છે, મિથ્યાષ્ટિ છે, ગ્રહિત મિથ્યાદૃષ્ટિ છે, રાગી છે એમ નથી કહેતા. એમ નથી કહેતા. એમને એમના વચનો આત્માના સ્વરૂપનો ઉપદેશ આપે છે, વૈરાગ્યનો, ઉપશમનો, વીતરાગતાનો ઉપદેશ છે, એ લોકો આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એટલે જ્ઞાન પણ છે. બહારમાં જુઓ તો ત્યાગ પણ છે. હવે વીતરાગતા છે કે નહિ આ તમારે જોવાનું છે. બસ! જેટલે અંશે વીતરાગતા હોય એટલું માન્યકરો જોવા જાશો તો કોઈ અંશે વીતરાગતા નહિ મળે.
મુમુક્ષુ-નથી એટલે માન્ય નહિકરવું. પૂજ્ય ભાઈશ્રી:-પતી ગઈવાત ભૂલાન પડે એના માટે આ વાત છે. મુમુક્ષુ -અંશે વીતરાગતા પ્રગટે છે એ ચોથા ગુણસ્થાનથી અંશે ગણાયને? પૂજ્ય ભાઈશ્રી:- હા. ચોથા ગુણસ્થાનથી અંશે વીતરાગતા પ્રગટે છે. પણ ચોથું