________________
૧૯૦
રાજહૃદય ભાગ-૧૨ ગુણસ્થાન કોને આવે છે ? કે જેને પૂર્ણ વીતરાગતાનું ધ્યેય છે એને ચોથું ગુણસ્થાન આવે છે. ચોથુ ગુણસ્થાન શરૂઆત છે. જેને પૂર્ણ વીતરાગતાનું ધ્યેય છે એને ચોથું ગુણસ્થાન આવે છે. એટલે એની માન્યતામાં પૂર્ણ વીતરાગતા સ્વીકૃત છે. અધૂરી વીતરાગતા એ સ્વીકારતા નથી. એ પૂર્ણ વીતરાગતાને સ્વીકારે છે. આ એનું લક્ષ છે, આ એનું ધ્યેય છે, આ આદર્શ છે. એટલે એની Line બધી બરાબર છે. અપ્રયોજનભૂત વિષયમાં છદ્મસ્થ હોય ત્યાં સુધી ભૂલ થાય. કરણાનુયોગમાં આચાર્યના અભિપ્રાયોમાં તફાવત જોવામાં આવે પણ એ અપ્રયોજનભૂત છે એટલે એમાં માન્ય, ન માન્ય ક૨વાનો પ્રશ્ન નથી. પ્રયોજનભૂત વિષયમાં કેવી રીતે માન્ય કરવું ? એ સંબંધમાં પોતાને તૈયારી કરવી હોય તો આ બધી વાતો સમજવાની રહે છે. અહીં સુધી રાખીએ.
–
પરિણામનો સ્વભાવ એકત્વ કરવાનો છે. - સ્વભાવ છે, પરંતુ સ્વભાવથી અજાણ એવો આ -મમત્વ કરી દુઃખી થઈ રહ્યો છે.
સ્વરૂપમાં જ એકત્વ રહે તેવો દ્રવ્ય જીવ અનાદિથી પરમાં એકત્વ કરી (અનુભવ સંજીવની–૧૪૨૦)
જીવને અનાદિથી સંયોગની કામના, સુખબુદ્ધિને લીધે રહી છે, જેથી આત્મકલ્યાણનાં સાધનો સત્સંગાદિ નિષ્ફળ ગયા છે. જેના વચનયોગના બળે જીવ નિર્વાણમાર્ગને પામે તેવી સજીવનમૂર્તિનો અનેકવાર યોગ થવા છતાં, તેની ઓળખાણ એકવાર પણ થઈ નથી. ક્વચિત્ જીવે ઓળખવા પ્રયાસ કર્યો છે પરંતુ ઉક્ત સુખબુદ્ધિ રાખીને કર્યો છે, તેથી દૃષ્ટિ મલિન રહી છે, તેથી અંતરદૃષ્ટિના અભાવમાં જ્ઞાનીપુરુષની ઓળખાણ થઈ નથી-થતી નથી. સંયોગની કામનાએ જીવની બાહ્ય દૃષ્ટિ રહ્યા કરે છે. જેથી જ્ઞાનીની અંતર પરિણતિ દેખાતી નથી.
(અનુભવ સંજીવની–૧૪૨૧)