________________
રાજહૃદય ભાગ-૧૨
કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાન સ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે, અથવા તે દશાનાં પુરુષોને વિષે સોથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ
[અપૂર્ણ]
૧૯૨
તા. ૨૨-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૯૭ પ્રવચન નં. ૨૭૮
...શંકા નથી. એ વિષયમાં અમારા પરિણામ સ્થિર છે, સ્પષ્ટ છે.
જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાનસ્વામીએ કે શ્રી ઋષભાદિએ કર્યો છે,...’ એટલે તીર્થંકરોએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયને વિષે નથી.’ અન્ય સંપ્રદાયોમાં વેદાંતથી તો બધા હેઠે છે. વેદાંત જેટલું તત્ત્વજ્ઞાન, આત્મ વિષયક તત્ત્વજ્ઞાન તો કોઈ સંપ્રદાયને વિષે નથી. એટલે વેદાંતની ચર્ચા ક૨શે. પછી બીજાની ચર્ચા ક૨વાની કોઈ આવશ્યકતા રહેતી નથી.
વેદાંતાદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે,...’ શું કહે છે ? વેદાંતનું પણ એમણે સારી રીતે અધ્યયન કર્યું છે. અને લક્ષ કાંઈક એવો છે કે જીવે મોક્ષ પ્રાપ્ત કરવો જોઈએ. ધર્મ મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે. પુણ્યબંધન માટે નથી પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે. એવો એમનો લક્ષ આત્મજ્ઞાનની પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ એ બે વાત ત્યાં છે એમ કહે છે. પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી...' એટલે સાંગોપાંગ જે અવિપરીત નિરૂપણ હોવું જોઈએ, ક્યાંય વિપર્યાસ ન આવવો જોઈએ એવી વાત ત્યાં વેદાંતદર્શનની અંદર જોવામાં આવતી નથી. આ વિચારવા જેવું છે.
વેદાંતના દૃષ્ટાંતે ભલે અહીંયાં વાત કરી હોય કે, આત્મજ્ઞાન અને મોક્ષના લક્ષે વિચારણા કરનારને પણ વિપર્યાસ રહે છે. શું વિચારવાનું છે ? કે આત્મજ્ઞાન અને મોક્ષના લક્ષે વિચાર કરનારને પણ વિપર્યાસ રહે છે. જો કે જૈનદર્શનમાં બીજા ફાંટા પડ્યા એ પણ આત્મજ્ઞાન અને મોક્ષની વાત તો કરે જ છે, છતાં અન્યમત જેવી સ્થિતિ