________________
પત્રોક-પ૯૪
૧૭૩
પત્રાંક-૫૯૪
મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે, તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.
તા. ૨૧-૧૨-૧૯૯૦, પત્રાંક-૫૯૪ થી ૫૯૬
પ્રવચન નં. ૨૭૭
શ્રીમદ્ રાજચંદ્રવચનામૃત, પત્ર-૫૯૪, પાનું-૪૬૩. “નવલચંદભાઈ, મોરબી ઉપરનો પત્ર છે. “સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે, તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.' Post card ની અંદર ચાર લીટીમાં જ્ઞાનીપુરુષના નિર્ણયની વાત કરી છે. આત્માથી ભિન્ન શરીર, કુટુંબ, મન આદિમાં અનેક પદાર્થો છે, જેનાથી પોતાને સુખ થાય છે અથવા જે સુખના સાધન મનાય છે તે વિષયમાં જ્ઞાનીપુરુષોનો નિર્ણય કેવો છે એની આ ચાર લીટીમાં વાત કરી છે.
તમામ પદાર્થોમાં વધારેમાં વધારે, અધિક એટલે વધુમાં વધુ સ્નેહનામ રાગ રહે છે. જેના પ્રત્યે સૌથી વધુ રાગ છે એ શરીર છે. પોતાનું માનેલું એવું શરીર છે. શરીર પોતાનું નથી પણ પોતાનું માનેલું એવું જે શરીર, એના પ્રત્યે જીવને સૌથી વધારે રાગ હોય છે. એ શરીર પણ રોગથી દુઃખનું નિમિત્ત બને છે અને વૃદ્ધાવસ્થાને કારણે પણ એ દુઃખનું જ નિમિત્ત બને છે. શાસ્ત્રમાં તો વૃદ્ધાવસ્થાને પણ એક રોગ જ કહ્યો છે. સુધાને