________________
૧૭૫
પત્રાંક-૫૯૪ કાંઈક બીજી રીતે માનવા તૈયાર થાય છે. એને વિચારવાન કહેછે.
મુમુક્ષ - શરીરાદિને પોતાપણે માનવાથી જ ક્રોધ, માન, માયા, લોભ આદિ ઉદ્ભવ તો એ રીતે જ થાય છે, એ કારણે જ થાય છે. જે કાંઈ દોષ થાય છે એ...
પૂજ્ય ભાઈશ્રી – બરાબર છે. એ શરીરને આધારે થાય છે. શરીર તે હું એવું શરીરને અધિષ્ઠાન બનાવવાથી એ દોષ ઉત્પન્ન થાય છે). આધારનું સ્થાન તેને અધિષ્ઠાન કહે છે. આધારબુદ્ધિએ જેને સ્થાન આપે તેને શાસ્ત્રમાં અધિષ્ઠાન કહે છે. આત્માનું અધિષ્ઠાન હોવું જોઈએ એના બદલે શરીરનું અધિષ્ઠાન છે તો તમામ પ્રકારના દોષ અને તમામ પ્રકારના દુઃખ ઉત્પન્ન થયા વગર રહે નહિ. દોષ ઉત્પન્ન થાય અને દુઃખ ઉત્પનન થાય એવું બને નહિ. દોષ અને દુઃખ અવિનાભાવી છે.
દશવૈકાલિકમાં એવી વાત લીધી છે કે દેવ-ગુરુશાસ્ત્ર આદિનો અવિનય કરે. નવમું વિનયનું પ્રકરણ છે. અવિનય કરે, વિરાધના કરે, અવિનય કરે. કદાચ સૂર્યથી ગરમી ન લાગે, કદાચ અગ્નિ શીતળ થાય પણ એ જીવ દુઃખી ન થાય એવું કોઈ દિવસ ન બને. ઝેર કદાચ મૃત્યુ ન આપે. આમ તો એ ઝેર જ છે અને એનાથી મરે જ પણ આયુષ્ય હોય તો કદાચ ઝેરથી માણસ ન મરે. પણ આ પ્રકારના અપરાધથી તો જીવ દુઃખી થાય, થાય ને થાય જ. એને દુઃખી થતો કોઈ નહિ રોકી શકે. વિનયના પ્રકરણમાં એવા કેટલાક બોલ લીધા છે. ઘણાં બોલ લીધા છે.
મુમુક્ષુ:-દસમાંથી સાત વાર વિનય કરે અને એક વાર અવિનય કરે તો સોમાંથી એક વાર અવિનય કરે તો એ એટલો ને એટલો દુઃખી થઈ જાય છે.
પૂજ્ય ભાઈશ્રી - સોએ સો વાર જેવિનય કર્યો હતો એ ધોવાઈ ગયો. સો વખત વિનય કર્યા પછી એક વાર અવિનય કર્યો. હજાર વખત વિનય કર્યા પછી એકવાર અવિનય કર્યો એ બધું ધોવાણ થઈ ગયું. એક સપાટામાં ! માટે જ્યાં જ્યાં દેવ-ગુરુશાસ્ત્ર-સપુરુષ-સિદ્ધાંતની વાત આવે ત્યાં ઊભા રહી જવું. હુંજિજ્ઞાસુ છું, હું મુમુક્ષુ છું, હું જ્ઞાની નથી, મારે અભિપ્રાય આપવાનો કોઈ અધિકાર મારામાં નથી. મારે જિજ્ઞાસુ રહેવું, જ્ઞાનીપુરુષની આજ્ઞાએ ચાલવું. આ પરિસ્થિતિમાં આવી જવું. મુમુક્ષુએ આથી આગળ ન જવું. જો બચવું હોય તો. નહિતર લૌકિકજનો અપરાધ કરે છે એના કરતાં મોટો અપરાધ થતા એને વાર લાગશે નહિ. આ પરિસ્થિતિ થવાની.
મુમુક્ષુ-એ તો દેવ-શાસ્ત્ર-ગુરુ-સપુરુષને અનુકૂળ ચાલતો હોય છતાં સોમાંથી ૯૮ વખત વિનય કરે અને એક વખત અવિનય કરે તોપણ એને ધોવાઈ જાય છે?
પૂજ્ય ભાઈશ્રી :- હા, ધોવાઈ જાય.૯૮ નહિ હજાર વખત કરે અને એક વખતે