________________
પત્રક-૫૯૫
૧૮૧
કહે?
મુમુક્ષુઃ–પહેલા તો સીસું રેડતા.
પૂજ્ય ભાઈશ્રી - સીસે રેડતા. આ આપણે મંદિર વગેરેમાં પંચ રત્નને ધાતુ નાખે છે ને, ચાંદીના ચાંદીના પાયે એનો અર્થ શું? અમારો પાયો મજબુત છે. એમ મોક્ષમાર્ગની શરૂઆત એવી મજબુત હોવી જોઈએ તો એના ઉપર મકાન ચણે. ચૌદ ગુણસ્થાન સુધીનું જે ચણતર છે એ પાયા ઉપર આધારિત છે. પાયો જેનો નબળો એનું ચણતર બધું વ્યર્થ જવાનું છે, એને કામમાં આવવાનું નથી.
મુમુક્ષુ સર્વ કરતાં આ કામ મોટું સમજાય તો આ થાય.
પૂજ્ય ભાઈશ્રી:- એનું મહત્વ જેટલું છે એટલું સમજાવવું જ જોઈએ. ન સમજાય તો ગમે તે રીતે ચાલવા માંડશે. ધર્મના ક્ષેત્રમાં આવશે અને પોતાની મતિકલ્પનાએ ચાલવા માંડશે. બીજું કાંઈ નહિ કરે. અને ગોથું ખાધા વગર રહેશે નહિ.
આ અનમતો બધા એમાંથી ઊભા થયા છે. વેદાંતાદિએ ગમે તેટલી વિચારણા કરી હોય પણ શરૂઆતમાં ભૂલ્યા છે. પછી ક્યાંક તો વિચારભેદથવાનો જ છે. એ ફાંટો જુદો પડશે.
મુમુક્ષુ – જે કોઈ માણસની ભૂલ થાય છે એ શરૂઆતમાં જ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી – શરૂઆતમાં જ ફેરફાર હોય છે. પણ ખ્યાલ ન આવે એટલે પાછળથી ખબર પડે. પરિણામ આવે ત્યારે ખબર પડે. વિપરીત પરિણામ આવે ત્યારે ખબર પડે કે આપણે શરૂઆતમાં ભૂલ્યા છીએ. પણ તપાસો તો ખ્યાલ આવી જાય કે શરૂઆતમાં જ ભૂલ થઈ હોય છે.
મુમુક્ષુ – એમ એમ લાગે કે આટલા દિવસથી સાંભળીએ. એમ કરીએ. એમ કિરીએ. તોપણ Resultનથી આવતું. તો એનું કારણ એમ જ છે કે શરૂઆતમાં ભૂલે છે?
પૂજ્ય ભાઈશ્રી:-(શરૂઆતમાં ભૂલે છે).
(વાસ્તવિક શરૂઆત થઈ હોય એને અપૂર્વ જાગૃતિ આવે અને એને એમ લાગે કે) મને જાગૃતિ આવી નથી એવું એને લાગ્યા કરે. એવું એને ક્ષણે-ક્ષણે, કાર્યો-કાર્યો, પ્રસંગેપ્રસંગે એવી જાગૃતિ રહે એને કે એને પોતાને એમ લાગે કે અનંત કાળમાં આવી કોઈ જાગૃતિ મને નહિ આવી હોય એવી મને અપૂર્વ જાગૃતિ છે. મારા હિત-અહિતના વિષયમાં હું એટલો બધો સાવધાન છું કે કોઈપણ ભોગે મારું અહિત સ્વીકારવા હું તૈયાર નથી. એવી અપૂર્વતા આ શરૂઆતવાળાને આવે છે. એ એને શરૂઆત સાચી થઈ છે એ એનો પૂરાવો છે અથવા લક્ષણ છે. એ ૫૯૫ (પત્ર પૂરો થયો.