________________
પત્રાંક-૫૯૫
૧૭૯ સિદ્ધાંતિક વિષયમાં ત્યાં ફેર પડે છે. પણ સાક્ષીભાવે રહેવું જોઈએ એ વાત આવે છે. આપણે જેને જ્ઞાતા-દષ્ટપણે કહીએ છીએ. એ લોકો એમ કહે છે કે સાક્ષી રહેવું. ક્યાંય રાગ ન કરો, ક્યાંય દ્વેષ ન કરો, ક્યાંય મોહ ન કરો, બીજા વિકારી પરિણામે પરિણમો નહિ. તો શું કરવું) ? કે સાક્ષી તરીકે રહી જાવ. આટલી વાત આવે છે. એક ન્યાયે ઉપદેશની દૃષ્ટિએ તો જૈનદર્શન જેવી જલાગે.
(અહીંયાં) બહુમુદ્દાની વાત કરી, કે પરિપૂર્ણ રાગ-દ્વેષનો ક્ષય કરવો. જુઓ! આ પ્રારંભની વાત છે. ક્યો સિદ્ધાંત આવ્યો? પૂર્ણતાના લક્ષે શરૂઆત. ત્યાં પણ લોકો ત્યાગી થાય છે, રાગના નિમિત્તો છોડે છે, જંગલમાં જાય છે, નિર્વસ્ત્ર દશામાં એ લોકો પણ રહે છે. સર્વસંગપરિત્યાગ કરીને નિર્વસ્ત્ર દશામાં રહે છે. પણ ભૂખ લાગે તો કંદમૂળ ખાઈ લે. શું કરે ? વનસ્પતિ કાચેકાચી ખાઈ લે. આપણે શહેરમાં નથી જવું. એ અવસ્થામાં એ લોકો શહેરમાં આવે પણ નહિ. એ સમજે છે કે શહેરમાં આ સ્થિતિમાં લોકો રહેતા નથી. જંગલમાં રહે. આખી જિંદગી જંગલમાં રહે. નદીના, તળાવના, કૂવાના પાણી પી લે. ભૂખ-તરસમાં તો ચાલે એવું નથી. વસ્ત્ર વગર ચાલે. રાખ ચોળી લે (એટલે) ઠંડી-ગરમીનલાગે. એ લોકો રાખ ચોળી લે છે. કારણ કે સ્વરૂપસ્થિરતા તો છે નહિ કે વીતરાગતામાં આવી જાય. એ તો હઠથી ત્યાગ કર્યો છે. ઠંડી-ગરમી તો લાગશે. તો રાખ ચોળે છે. શિયાળામાં એટલી ઠંડીન લાગે, ઊનાળામાં એટલી ગરમીન લાગે. છતાં તપશ્ચર્યા કરે, કઠીન તપશ્ચર્યા કરે. પણ ભૂખ-તરસનું શું? તો કાચું પાણી પી લે, અણગણ પાણી પણ પી લે. આ શું જૈનદર્શનમાં અને એમાં આચારમાં ફેર પડે છે (એ વાત છે).
કોઈ દર્શનના આચાર જે જૈન મુનિના આચાર છે એની તુલનામાં, સ્વપર અહિંસક પોતાને પણ અહિંસા, બીજા જીવોને પણ અહિંસા, એવા નિર્દોષ આચાર જગતમાં કોઈ સંપ્રદાયમાં નથી. બાહ્યાચરણ પણ નથી. અંતરનું આચરણ હોવાનો સવાલ રહેતો નથી. પણ રાગ-દ્વેષ છોડવા માટે ત્યાગ જરૂર કરે છે. રાગના નિમિત્તો, દ્વેષના નિમિત્તો જે છે એ રાગ-દ્વેષ અવગુણ છે અને છોડવા જેવો છે એટલે એનો ત્યાગ કરે છે. પણ શરૂઆત બરાબર નથી. એમની શરૂઆત બરાબર નથી.
સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય...” કરવો ત્યાંથી ઉપાડ નથી. આ જૈનદર્શનમાં પ્રારંભનો સિદ્ધાંત છે. શરૂઆત સંબંધીનો જે સિદ્ધાંત છે એ ચૂકયો અને બીજી રીતે પોતાની મતિ કલ્પનાએ માર્ગ પ્રાપ્ત કરવા કે આગળ વધવા જાય છે, ગ્રંથિભેદ નહિ ટાળે. જે અહીં ૫૯૩માં કહી દીધું, કે “સંસારપરિણામી થયા કર્યો છે.” ગ્રંથિભેદ થવામાં જે પુરુષાર્થ