________________
૧૭૮
રાજહૃદય ભાગ–૧૨ આટલી વાત તો સત્ય ખરીને? નહિ. માન્યતા પૂરેપૂરી અસત્ય થઈ જાય છે. કેમકે માન્યતામાં અંશો નથી પડતા. માન્યતા તો આખેઆખી જ હોય છે. કાં તો સત્ય અને કાં તો અસત્ય. એમાં આટલા ટકા (એમ) એની માન્યતામાં ટકાવારી ઊભી નથી થતી.
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કરી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. ભેદ એટલે તફાવત ઊભો થાય છે, જુદાં પડે છે. વેદાંતવાળા જૈનદર્શનથી આત્માના વિષયમાં જુદાં પડે છે. ક્યાં (જુદાં પડે છે) ? સૈદ્ધાંતિક વિષયમાં જુદાં પડે છે. ઉપદેશના વિષયમાં એટલા જુદાં નથી પડતા પણ સિદ્ધાંતના વિષયમાં જુદાં પડે છે. જોકે સિદ્ધાંત ઉપદેશ માટે છે. ઉપદેશ જો ગ્રહણ ન કરવાનો હોય તો સિદ્ધાંત ખરેખર સિદ્ધાંતના પ્રયોજન માટે સફળ નથી ઠરતો, નિષ્ફળ ઠરે છે. તોપણ એ ઉપદેશમાં સ્થિર થવા માટે, કાયમ રહેવા માટે સિદ્ધાંતના આધાર વગર ઉપદેશમાં ટકી શકાતું નથી, સ્થિર રહી શકાતું નથી. કેમકે એ કલ્પનામાત્ર થાય છે.
સિદ્ધાંત છે એ વસ્તુના સ્વરૂપને પ્રદર્શિત કરે છે, વ્યક્ત કરે છે અને વસ્તુના સ્વરૂપ અનુસાર ઉપદેશ ગ્રહણ થાય, વસ્તુના સ્વરૂપના આધારે જો ઉપદેશ લેવાય તો એ ઉપદેશ કાયમી રહે છે. નહિતર કલ્પિત સિદ્ધાંત હોય એના આધારે ઉપદેશ ગ્રહણ કર્યો હોય તો કલ્પનાના આધારે ટકી શકાતું નથી. એટલે નથી ટકાતું. એમ ઉપદેશ બરાબર હોવા છતાં એની સફળતા નથી એનું કારણ આ છે કે સિદ્ધાંતની ભૂલ છે.
વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કરી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે કેમકે એ સિદ્ધાંતિક વિષય છે. એ સિદ્ધાંતમાં જુદું પડે છે. “સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે. આ ઉપદેશ છે. ઉપદેશ શું છે? કે આત્મા સહજ સ્વભાવે પરિણમે, સહજ સ્વરૂપે પરિણમે, સહજ સ્વરૂપમાં પરિણમે એ ઉપદેશનું ફળ છે. એ વિચારણાનું ફળ છે અથવા ઉપદેશનું એ ફળ છે. એ આવવું જોઈએ. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે.”
સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે, તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે.” આ Comparative statement સરખામણી કરીને આપ્યું છે. વેદાંતમાં પણ વીતરાગ થવાની વાત આવે છે, એમ કહે છે. રાગ-દ્વેષાદિ બધા અવગુણનો નાશ કરવો જોઈએ અને સદ્દગુણો પ્રગટ કરવા જોઈએ. સદ્ગુણો પ્રગટ કરવામાં બહુ જૈનદર્શન જેટલો વિસ્તાર નથી. કેમકે