________________
૧૮૦
રાજહૃદય ભાગ-૧૨ જોઈએ એ પુરુષાર્થ એને આવશે નહિ. ક્યાંથી સીધી વાત આવી? ‘સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં. પહેલેથી એ વાત હોવી જોઈએ. પ્રારંભમાં એ સિદ્ધાંત ગ્રહણ કરવો પડે કે સંપૂર્ણ રાગ-દ્વેષના ક્ષય વિના, સંપૂર્ણ જ્ઞાન નથી, સંપૂર્ણ ચારિત્ર નથી, સંપૂર્ણ પવિત્રતા નથી. અરે.એ ધ્યેય વગર તો એની ખરેખર શરૂઆત પણ નથી.
એવો નિશ્ચય જિને કહ્યો છે તે વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે.” કેમકે પ્રારંભથી જ વાત છે. શરૂઆત જ ત્યાંથી થાય છે. કેટલો બળવાન છે ? એના કરતાં ઘણો બળવાન છે. ભલે એ લોકોએ નિર્દોષ થવાની હજારોગમે વાત કરી છે. એ લોકોએ પણ મોટા મોટા શાસ્ત્રો રચ્યા છે. યોગવાશિષ્ઠના આવા ચાર Volume છે. પણ પછી જાય કથામાં. એમાં બધી કલ્પિત કથાઓ છે. એ બધી આવે છે ને ઓલી ? રાક્ષસી, કર્કટ રાક્ષસી ને લીલા ને ફલાણું... કલ્પિત છે. પછી શું છે કે સિદ્ધાંતમાં કેટલુંક ચાલે? વિસ્તાર તો છે નહિ. એની એ કાં તો Repeat કર્યા કરે. પછી દષ્ટાંતો લાંબા... લાંબા લાંબા લાંબા...દગંતો (આવે. વક્તા અને લેખકમાં આ એની ક્ષતિ છે.
આ વિષયની અંદર તો ખરેખર સિદ્ધાંત સમજાવવો છે. દાંતના નિમિત્તે સિદ્ધાંત સમજાવવાનું બને છે પણ દાંત અંશગ્રાહી હોવા છતાં, દગંત કાંઈ સંપૂર્ણ લાગુ ન પડે, સિદ્ધાંતને અંશપણે ગ્રહણ કરતું એવું દૃષ્ટાંત હોવા છતાં, દષ્ટાંત લાંબુ લાંબુ કરીને એવું લંબાવે, એવું મલાવે કે એની કથાઓ ચાલવા માંડે. મૂળ વાત તો પછી સાંભળનારને અને વાંચનારને સ્મરણમાં પણ ન રહે કે આ શું કરવા આટલું બધું લાંબુ કરે છે. કેમકે એમાં અનેક પ્રસંગો, અનેક વાતો ઊભી કરે. એ સિદ્ધાંતિક વિષયની ક્ષતિને જાહેર કરે છે. દાંત તો માત્ર અલ્પ લેવો જોઈએ અને સિદ્ધાંતને વજન આપીને, સ્પષ્ટ કરીને સારી રીતે ચોખ્ખો કરવો જોઈએ. અથવા સિદ્ધાંત છે એ ખુલ્લો થવો જોઈએ, એના ઉપરનું વજન બરાબર પ્રસિદ્ધ થવું જોઈએ. એટલે એ વાત કરી છે.
તે વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે' એમ જિનાગમમાં આત્માસંબંધીની જે વિચારણા છે એ બળવાન છે એમ કહે છે. બળવાન છે એટલે ? કે ખરેખર જો આત્મામાં સ્થિર રહેવું હોય, તો જે વધારે ટકાઉ હોય એ ચીજ લે છે ને ? આ ચીજ આટલી ટકશે અને આ ચીજ આટલી ટકશે. તમે કઈ વાપરશો ? જે ચીજ વધારે ટકે એ
માણસ લે છે. કોઈ ચીજ ખરીદે તાવડી લે કે પછી મકાન બાંધે. ભલે અમારું બે-પાંચ વર્ષે પડી જાય એમ કરીને કોઈ ચણે છે? જીવીએ ત્યાં સુધી નહિ, દિકરાના દિકરા વાપરે ત્યાં સુધી આ મકાન પડવું જોઈએ નહિ. એમ કહે, ચાંદીના પાયે મકાન ચણ્યું હતું. શું