________________
પત્રક-૫૯૫
૧૭૭
પત્રાંક-૫૯૫
મુંબઈ, વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૫૧ વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કરી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિકરતા બળવાન પ્રમાણભૂત છે.
પ૯૫. લલ્લુજી” ઉપરનો પત્ર છે. અહીંથી પ૯૫થી ત્રણ-ચાર પત્રની અંદર વેદાંત અને જૈનદર્શન-એ બે દર્શન વચ્ચેના... ૫૯૫,૯૬,૯૭ ત્રણે પત્રોમાં બે દર્શનો વચ્ચેના તત્ત્વજ્ઞાનની સમીક્ષા કરી છે અથવા તલના કરી છે. કેમકે વેદાંત એક આસ્તિકય દર્શન છે. આત્માને નિશ્ચયનય સ્વીકારે છે એવી રીતે એનો એક સાંખ્ય મત આત્માને એવી જ રીતે સ્વીકારે છે અને આત્માને વૈરાગ્ય અને ઉપશમ સંબંધીના બોધની અંદર ઘણી ઘણી વાતો છે. અથવા આત્મામાં લીન થવા માટેનો ઉપદેશ પણ ઘણો છે. આત્મામાં લીન થવા માટેનો ઉપદેશ ઘણો છે. .
યોગવાશિષ્ઠની અંદર તો જ્ઞાની પુરુષનું વર્ણન આવે એવા વર્ણનો આવે છે. જૈનદર્શનમાં જે જ્ઞાનીની દશાના અકર્તાપણાના વર્ણન આવે એવા આવે). કેમકે સાંખ્યમાં તો આત્મા કર્તા નથી. આત્મા તો બિલકુલ સોંશે અકર્તા છે. એટલે જેને એવું જ્ઞાન થાય છે એ અકર્તા થઈ જાય છે એ વાતો ઘણી આવે છે. સાંખ્યમાં અને એમાં ખાસ કરીને યોગવાશિષ્ઠમાં એપ્રકરણ છે.
મુમુક્ષુ -બેય વાત લીધી છે?
પૂજ્ય ભાઈશ્રી – હા. વાત તો પરસ્પર વિરુદ્ધ તો ઘણી આવે. પરસ્પર વિરુદ્ધ ઘણી વાત આવે. પણ આવી પણ વાત આવે છે. લીધી છે તો આમાંથી ને ? દિવ્યધ્વનિમાંથી મૂળ તો જે ગમ્યું એ લીધું છે. એટલે જે સત્યના અંશો છે એ પણ લીધા. છે, અસત્યના અંશો પણ લીધા છે. એટલે સત્યમાં અસત્યની ભેળસેળ થાય ત્યારે સત્ય માર્યું જાય છે.
જેમકે આપણે ગુરુદેવ પાસેથી સત્ય સમજીએ અને કોઈ વાત પછી આપણી મતિ કલ્પના પ્રમાણે અસત્ય પણ ગ્રહણ કરીએ. તો એ માન્યતા સત્ય નથી રહેતી. પણ