________________
પત્રાંક-૫૯૨
૧૩૫
જીવને પૂર્યો છે કે તને આટલા વર્ષની સજા. આ કહે કે જેમ સજા લાંબી પડે એમ સારું. શું કહે ? અજ્ઞાનદશામાં કેવી વિપરીતતા છે ! જેટલું આયુષ્ય લાંબુ હોય એટલું સારું, જેટલી જેલ લાંબી પડે એટલી સારી. ઠીક વાત, લ્યો. આમાં કેટલી સમજણ છે ? અને એ છૂટવાનો વારો આવે કે, ભાઈ ! તને જેલમાંથી મુક્ત થવાનો હવે ટાઈમ આવી ગયો. ત્યારે ધમપછાડા કરે. નહિ... નહિ... નહિ... નહિ... મારે હવે અહીંથી જાવું નથી. આ બીંજા બધા કેદીઓ છે એની સાથે એટલી બધી હવે અત્યારે ઓળખાણ થઈ ગઈ છે. એ બધા કેદી જ છે ને ? એની સાથે એવી સરસ ઓળખાણ થઈ ગઈ છે. અમુક મને મદદ કરે છે, મને સારી રીતે રાખે છે, આને છોડીને મારે કેવી રીતે જાવું ? એવી હાલત છે જીવની.
જે પુરુષોએ...’ પુરુષ નામ આત્માઓએ. વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જાદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે.' જે પુરુષોએ, જે આત્માઓએ પોતાની શરીરથી ભિન્નતા દીઠી એને જ્ઞાનીઓ ધન્યવાદ આપે છે. શાબાશ છે તને. હવે તું દુઃખી થવાનો નથી. હવે તું અમારી નાતમાં ભળ્યો. વસ્ત્રની જેમ. ‘ગીતા’માં આ દૃષ્ટાંત આપે છે. શરીર અને આત્મા જુદા છે. જેમ વસ્ત્ર અને શરીર જુદું છે. એ દૃષ્ટાંત એમાં આવે છે. અન્યમતમાં તો આ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે કે જે ખોળિયું બદલે છે એ વસ્ત્ર બદલે છે. ... એટલે જીર્ણ થઈ ગયેલા વસ્ત્રો.... તથા ... જેવી રીતે છોડી દેવામાં આવે છે, એવી રીતે જીર્ણ થયેલો દેહ આ .. એવો આત્મા પણ છોડશે. કપડું બદલતા તને દુઃખ થતું નથી. કેમકે સામે નવું કપડું તૈયાર છે. એમ અહીંયાં બીજો દેહ તૈયા૨ છે. પણ અહીંયાં એટલો દુ:ખી થાય... એટલો દુઃખી થાય કે એ બધા દુર્ગતિના કા૨ણ થઈ જાય.
જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જાદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે.’ પોતે ધન્યવાદ આપે છે. એવી જ્ઞાનદશાને ધન્યવાદ. એમ કહેવું છે. તે પુરુષોને એટલે તે આત્માઓની એવી જ્ઞાનદશાને ધન્ય છે કે જે શરીરના ખોખાથી અંદરમાં જુદા પડ્યા છે. જેને આપણે અહીંયાં દેહાતીત દશા કહેવામાં આવે છે. કેવી દશા ? દેહાતીત દશા છે. અતીત થઈ ગયા છે. ખોળિયું છે, બાજુમાં ખોખું છે પણ ડાબલી અને હીરો જુદો છે. ચૈતન્યહીરો જુદો, ડાબલી જુદી છે.
બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે.’ સજ્જનતાવાળા પણ આપી દે છે. કે ભાઈ ! આ વસ્તુ છે ભૂલથી આપણે ત્યાં આવી ગઈ છે. કપડા એક સરખા હોય છે.