________________
૧૩૩
પત્રાંક-૫૯૨
૫૯૨.એ સોભાગભાઈ પ્રત્યેનો છે.
આર્ય શ્રી સોભાગ પ્રત્યે, સાયલા. કાગળ મળ્યો છે. શ્રી અંબાલાલ પ્રત્યે સુધારસ સંબંધી વાતચીત કરવાનો અવસર તમને પ્રાપ્ત થાય તો કરશો.” સ્વરૂપનિશ્ચયનું પ્રકરણ છે એ વિષયમાં પહેલા એમને પત્રવ્યવહારને ચર્ચાઓ ચાલી ગઈ છે. ત્યારપછી આ “અંબાલાલભાઈ સાથે ફરીને વિષયની ચર્ચા કરી છે. એટલે અંબાલાલભાઈની કંઈક પાત્રતા ત્યારપછીના લઈ શકાય એવી છે.
જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ ? એ તો માર ખાવાની વાત છે. એક માણસને તીવ્ર રસ પડે અને પછી પાછો ઓચિંતું ઝુટવાય જાય. એનો આઘાતનો પ્રત્યાઘાત લાગ્યા વિના રહે નહિ. નાની ઉંમરમાં ચાલ્યા જાય છે કે નહિ? તંદુરસ્ત હોય, કાંઈ આગળ-પાછળ રોગ ન હોય. છૂટી જાય છે. એમાં પ્રીતિ કરીને શું કરીએ? એમાં રસ લઈને શું કરીએ ? એ રસ લેવા જતાં એનો પ્રત્યાઘાત છે એ સહન થાશે નહિ.
જે શરીર ઉપર પ્રીતિ કરી છે. કેમકે બહુ સારી અવસ્થા છે. એકદમ તંદુરસ્ત અવસ્થા છે. સંપૂર્ણ આરોગ્યતા. અત્યારે તો એ સંપૂર્ણ આરોગ્યતા તો હોવી મુશ્કેલ છે. પણ માનો કે એમ હોય તો પણ એ ક્ષણભંગુર છે. એ નજરે એને જોવું. એની ક્ષણિકતા જોજે. એમાં નિત્યતા માની લેતો નહિ. જાણે આ શરીર સદાય રહેવાનું છે અને આ સંયોગ સદાય રહેવાનો છે. એ દૃષ્ટિએ શરીરને જોઈશ નહિ કે બીજા સંયોગને તું જોઈશ નહિ, એમ કહે છે. આ તો નજીકમાં નજીક છે ને ? શરીર તો જીવને નજીકમાં નજીક છે. એના ઉપર પણ પ્રીતિ કરવા જેવી નથી તો પછી બીજા ક્યા પદાર્થ ઉપર પ્રીતિ કરવા જેવી છે? એમ કહે છે. જે જીવને પોતાને નજીકમાં નજીક છે અને શાતા-અશાતા વેદવાનું મુખ્ય સાધન છે એ પણ એની ક્ષણભંગુરતાને લીધે પ્રીતિ કરવા યોગ્ય નથી, તો બીજો ક્યો પદાર્થ પ્રીતિ કરવા જેવો છે? શું કરીએ? એમ કહે છે.
મુમુક્ષુ - શરીરની પ્રીતિથી જ પછી ફોજ શરૂ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી – એ તો અધિષ્ઠાન લીધું છે. સંસારનું એ અધિષ્ઠાન છે. આખા ચક્રની વચ્ચે જેમ ધરી હોય છે એમ ધરી છે. એના આધારે બધું કરે છે.
મુમુક્ષુ-સગા, વ્હાલા, કુટુંબ બધા શરીરથી.
પૂજ્ય ભાઈશ્રી – બધું એના આધારે. શરીરના સગા, શરીરની અનુકૂળતાઓ. ત્યાંથી પછી બધી વણઝાર ઉભી થાય છે.
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ