________________
૧૩૪
રાજહૃદય ભાગ-૧૨
દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? એમ કહે છે. પ્રીતિ કરવી પણ કેવી રીતે કરવી ? આ દુઃખનું સાધન છે. અશાતા જ વેઠે છે. મુખ્યપણે તો (અશાતાને જ વેઠે છે). ક્વચિત્ શાતાને વેદે છે બાકી તો મુખ્યપણે અશાતાને જ વેદે છે. જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે,...' એટલે પહેલા શરીર પછી બીજું બધું. ‘શીર સલામત તો પઘડીયા બહુત.’ માણસ માંદો પડે તો શું કરે છે ? ખરચો થશે. એક વખત દરીદ્રતા આવી જશે, દેવું થઈ જશે. ભાઈ ! જે થાય એ. એક વખત સાજા થઈ જાવ. કમાઈને દેવું કર્યું હશે, કરજ કર્યું હશે એ ચૂકવી દઈશું. પણ એક વખત શરીરને બચાવો. જીવને સૌથી વધારેમાં વધારે પ્રીતિ શરી૨ ઉ૫૨ છે.
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે...' એ પણ ખરેખર તો એને દુઃખનો હેતુ છે. કેમકે એને વૃદ્ધાવસ્થા આવ્યા વિના રહેશે નહિ અને એને છોડવાની ક્ષણ પણ આવ્યા વિના રહેશે નહિ. અને જે દિ’ એમ ખબર પડી કે ડોક્ટરે હાથ ઊંચા કર્યાં છે. હાથ ઊંચા કર્યાં એટલે ? આશા છોડી દીધી છે. હવે અમારે કાંઈ કરવા જેવું રહેતું નથી. સુખ થવાનું કે દુઃખ થાવાનું ? મૂર્છા ખાઈ જાય છે. મોટાભાગના તો બેશુદ્ધ અવસ્થામાં જ શરીર છોડે છે. એટલું બધું દુઃખ ઉત્પન્ન થાય છે કે બેશુદ્ધ થઈ જાય છે.
મુમુક્ષુ :– ડોક્ટર પણ એમ કહે કે હવે આને કાંઈક ધર્મનું...
=
=
પૂજ્ય ભાઈશ્રી :– ધર્મ સંભળાવો એને. હવે તમારે બધાને જે ધર્મ કરાવવો હોય એ કરાવી લ્યો. અમે બધું કર્મ કરાવી લીધું, હવે તમે ધર્મ કરાવી લ્યો. કયાંથી ક૨શે ? જિંદગીમાં કાંઈ તૈયારી કરી નથી. હવે અત્યારે શું કરશે ? મૂંઢાઈ જાશે, બીજું કાંઈ થાશે નહિ. મૂર્છાઈ જાશે. દેહ તો એને દુઃખનો હેતુ થયો. વધારેમાં વધારે દુઃખનું કારણ શું થયું ? દેહના નિમિત્તે એનો વિયોગ છે ને ? સંયોગનો વિયોગ થયો. નિમિત્ત તો દેહ છે.
જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુઃખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી ? તો પછી એથી બધા આઘા છે એ બધા સુખના કા૨ણ થશે ? એ બધા સંયોગનો વિયોગ જ થવાનો છે. જો શરીરનો વિયોગ થવાનો છે તો બધા પદાર્થોનો વિયોગ જ થવાનો છે. એમાં શું સુખની કલ્પના કરવી ? તારે કેટલુંક વળગીને રહેવું છે ? એમ પૂછે છે. પ્રશ્નચિહ્ન છે ને ? તારે એ પદાર્થોના મમત્વમાં ચોંટીને કેટલુંક રહેવું છે ? નક્કી કર. કેટલું દુઃખી થાવું છે એ નક્કી કર. આત્માને કેટલું આવરણ લાવવું છે એ નક્કી કર.
આચારાંગમાં લીધું છે. જેલ છે. શરીર છે એ જેલ છે. કોટડી. શરીરની કોટડીમાં