________________
૧૫૦
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી:- સાતમામાં છે. સામામાં છેલ્લે.. મુમુક્ષુ – અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ.
પૂજ્ય ભાઈશ્રી - યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ. ત્રણ લબ્ધિના નામ છે.
મુમુક્ષુ -અપૂર્વ અપૂર્વપરિણામ થાય છે ત્યાં.
પૂજ્ય ભાઈશ્રી – હા. એટલે સ્વરૂપસન્મુખતાના ચડતા પરિણામ છે અને એ કેવળજ્ઞાનગોચર છે. છદ્મસ્થને પોતાને એ લબ્ધિના પરિણામ પ્રહણ થતા નથી. અને લઘુ અંતર્મુહૂર્તમાં એ પૂરા થઈ જાય છે. ત્યાર પછી તરત જ ઉત્તર સમયમાં એટલે બીજા સમયમાં સમ્યગ્દર્શન અને સ્વાનુભવની ઉત્પત્તિ થાય છે. કરણલબ્ધિવાળાને નિયમથી સમ્યગ્દર્શન છે. એટલે કરણલબ્ધિમાં કોઈનું આયુષ્ય પૂરું ન થાય. આ પણ નિયમ છે. કરણલબ્ધિના પરિણામ ચાલતા હોય ત્યારે એ સમયમાં કોઈનું આયુષ્ય પૂરું ન થાય. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જ જાય પછી ત્યાં આયુષ્ય પૂરું ન થાય. આવી ગયું, ચાલો.
પાંચ લબ્ધિઓનું સ્વરૂપ. “મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધ્યાયમાં ૨૬૫ પાને છે. ક્ષયોપશમલબ્ધિ, વિશુદ્ધિલબ્ધિ, દેશનાલબ્ધિ અને પ્રાયોગ્યલબ્ધિ. એ ચાર અનાદિથી ઘણી વાર, અનંત વાર મળી ગઈ છે. એ ચાર લબ્ધિ છે અને પાંચમી કરણલબ્ધિ. ત્યાં પહેલી ક્ષયોપશમલબ્ધિ છે, કે જેના હોવાથી તત્ત્વવિચાર કરી શકે એવો જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થાય અથતુ ઉદયકાળને પ્રાપ્ત સર્વઘાતી સ્પર્ધકોના નિષેકોના ઉદયનો અભાવ તે ક્ષય, તથા ભાવીકાળમાં ઉદય આવવા યોગ્ય કર્મનું સત્તારૂપ રહેવું તે ઉપશમ, એવી દેશઘાતી સ્પર્ધકોના ઉદયસહિત કર્મોની અવસ્થા તેનું નામ ક્ષયોપશમ છે, તેની જે પ્રાપ્તિને ક્ષયોપશમલબ્ધિ છે. સર્વઘાતી છે એનો ક્ષય છે અને દેશઘાતીનો ઉદય છે. આપણે અહીં બીજી ભાષામાં, સાદી ભાષામાં એને ઉઘાડ કહીએ છીએ. ક્ષય અને ઉપશમ મળીને ક્ષયોપશમ શબ્દ થયો. એને ક્ષયોપશમલબ્ધિ કહે છે કે જેના હોવાથી જીવ તત્ત્વવિચાર કરી શકવાની સ્થિતિમાં હોય અથવા સંજ્ઞી પંચેન્દ્રિય હોય. ટૂંકામાં સંજ્ઞી પંચેન્દ્રિય હોય કે પ્રયોજનભૂત તત્ત્વનો વિચાર કરી શકે.
બીજું કે, મોહનો મંદઉદય આવવાથી. આ દર્શનમોહ લેવો. દર્શનમોહનો મંદ ઉદય આવવાથી મંદકષાયરૂપ ભાવ થાય, કે જ્યાં તત્ત્વવિચાર થઈ શકે.” એમાં કષાયની પણ મંદતા હોય અને દર્શનમોહની પણ મંદતા થાય છે તે વિશદ્ધિલબ્ધિ છે.” એટલે એને વિશુદ્ધિ કહી છે. દર્શનમોહની મંદતા છે, ચારિત્રમોહની પણ મંદતા છે.