________________
૧૬૪
રાજહૃદય ભાગ-૧૨ માર્ગ નથી. કાં તો જીવને સંસારમાર્ગ આરાધન થાય, કાં તો જીવને મોક્ષમાર્ગનું આરાધન થાય. જ્યાં સુધી ઉદય પરિણામે ઉદયની સાથે સંબંધ રાખીને જીવ પરિણમે છે એને કોઈ રીતે સંમત કરવામાં આવતો નથી. આ માર્ગમાં એની સંમતિ નથી. ઉદયથી ભિન્ન પડીને, પાછો વળીને અંતર્મુખ થા, અનુદય પરિણામે થા, અનુદય પરિણામના પુરુષાર્થમાં આવે તો આ બાજુના માર્ગની આખી Line સંધાય એવું છે. બાકી બીજી કોઈ રીતે કામ થાય એવું નથી. આ ચોખે ચોખ્ખી વાત છે એ આટલી છે.
મુમુક્ષુ –આ પુરુષાર્થ કેમ નથી ઉપડતો એ જે પ્રશ્ન છે. ઊંધી દિશામાં ઊભો છે.
પૂજ્ય ભાઈશ્રી - ઊંધી દિશામાં ઊભો છે અને એને સ્વરૂપને ઓળખીને જે મહિમા આવવો જોઈએ એ મહિમા આવ્યા વગર પુરુષાર્થ ઉપડે ક્યાંથી ? અનંત શાંતિનો પિંડ છે, અનંત વીર્યનો પિંડ છે. એક એક ગુણનું બેહદ સામર્થ્ય ધરાવે છે. જેટલો મહિમાવંત છે એટલું જ્ઞાનમાં મૂલ્ય ભાસે ત્યારે એનો પુરુષાર્થ ઉપડેને, નહિતર ઉપડે કેવી રીતે?
મુમુક્ષુ-તમે જે કહો છો ને એમાં પુરુષાર્થ ઉપાડવો નથી પડતો.
પૂજ્ય ભાઈશ્રી – ઉપડી જાય છે, ઉપડી જ જાય છે. પછી કાંઈ એને ઉપાડવાનો વિકલ્પ નથી. એ તો ઝાલ્યો રહે નહિ. જે સુખ અને શાંતિ માટે આ જીવ અનંત કાળથી ઝાંવાં નાખે છે. ઝાંવાં નાખે છે નહિ ગમે તેવું સાહસ કરે છે. ગમે તેવું કાર્ય કરવા તૈયાર થાય છે. જો એને પોતાને ઇચ્છિત સુખ-શાંતિ મળતી હોય તો. ભલે એ ઇચ્છિત છે એ તો કલ્પિત છે. તોપણ આટલું સાહસ કરે છે. તો પછી અનંત સુખનો ભંડાર પોતામાં જોવે, અનંત સુખનો દરિયો જોવે, તળિયા વિનાનો દરિયો, હોં! આ તળિયાવાળા દરિયા નહિ કે પાંચ-છ માઈલે એને તળિયું હોય. એટલો સુખનો મહાસાગર જોવે એ કેમ ઝાલ્યો રહે? એની પરિણતિ જે સુખ માટે જેણે આટલા ધમપછાડા કર્યા એ સુખના સાગરને જોઈને એ પરિણતિ કેમ રહી શકે ? તે ઉછાળો ખાય, ખાય ને ખાય જ. એનું નામ પુરુષાર્થ છે. આ તો બહુ Practical side થી સમજાય એવી વાત છે.
મુમુક્ષુ-બહુમુદ્દાની વાત છે, છેલ્લી વિધિની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી – આમ રુંવાડે રૂંવાડે પાણી પાણીનો પોકાર ઉઠતો હોય એવી તરસ લાગી હોય કે પ્રાણ છૂટી જાય. એમાં મીઠું મધુર અમૃત જેવું ઠંડુ પાણી મળે તો એ પીધા વગર કેવી રીતે રહે? ઝપટ જ મારે કે બીજું કાંઈ થાય ? સીધી વાત છે. એટલા માટે સ્વાધ્યાયથી ઓળખો, કોઈ રીતે સ્વરૂપને ઓળખો, સ્વાધ્યાયમાં એ વિષય ચર્ચાય છે. એ વિષયમાં કેવી રીતે જવું? કઈ બાજુથી જવું? એ બધો સ્વાધ્યાય છે. વાંચી જવું