________________
૧૬ ૨
રાજહૃદય ભાગ-૧૨ થાય તો જ્ઞાન પોતે જ વેદક સ્વભાવી હોવાથી જે જ્ઞાનવેદન પોતાને વર્તમાનમાં તિરોભૂત થઈ ગયું છે તે આવિર્ભૂત થવા લાગે. અહીંથી સ્વસમ્મુખતા થાય છે.
જ્યારે પોતે જ્ઞાનને વેદનસહિત ગ્રહણ કરે, વેદ-જ્ઞાન પોતે જ પોતાને વેદે ત્યારે એને પરસમ્મુખતા કેવી રીતે છે?હવે મારો પ્રશ્ન છે કે જે જ્ઞાન પોતે જ પોતાને જ્યારે વેદ છે અથવા પોતે જ પોતાના વેદનમાં રહે છે ત્યારે એને પરસમ્મુખતા કેવી રીતે છે? એટલે આ વેદનના ગ્રહણ કાળે નિર્ણય થાય છે. એટલે એને સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ કહી છે. એ અનુભવ અંશ છે. વેદન છે તે અનુભવ છે અને એ અનુભવ અંશ છે. ઓલો નિર્વિકલ્પ અનુભવ નથી. સમ્યગ્દર્શનમાં જે સ્વાનુભૂતિ છે એ વેદન નથી. તોપણ નિર્ણય કાળે સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ છે. અથવા એ “શ્રીમદ્જીના વચનો છે.
ગુરુદેવનું વચનામૃત લઈએ તો અંશે રાગનો અભાવ કરીને આત્માનો નિર્ણય ત્યાં થયો છે અથવા પ્રતીતિ થઈ છે. (સમયસાર-ગાથા) ૧૪૪ના પ્રવચનમાં છે. આ વખતના (આત્મધર્મના) શતાબ્દી અંકમાં છે. અને નિર્ણય પણ આ પ્રકારે થાય છે અને અનુભવકાળે તો એકાકાર વેદન છે. ત્યારે તો રાગનો અંશ પણ ઉત્પન્ન થતો નથી. ઓલાપણે તો રાગ વિદ્યમાન છે છતાં અંશે અભાવ કર્યો છે. અહીંયાં તો સર્વથા બુદ્ધિપૂર્વકના રાગને અભાવ કર્યો છે. ત્યારે સ્વસમ્મુખ થાય છે. સ્વસમ્મુખ પ્રથમ નિર્ણયના કાળમાં થાય. ત્યાં સુધી પુરુષાર્થની જે ગતિ છે એની Quality પરસમ્મુખતાની છે, સ્વસમ્મુખતાની નથી.
દર્શનમોહ મંદ થાય ખરો. સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર-સન્દુરુષ એની ભક્તિ આદિ, બહુમાન આદિ કરે એમાં) દર્શનમોહમંદ થાય. પણ એ પાછો પડશે. આગળ નહિ વધે. ગ્રંથિભેદ થવા સુધી એ નહિ પહોંચે. અને સન્મુખ થાશે એ ગ્રંથિનો ભેદ કરી નાખશે. અને એ ગ્રંથિભેદકરશે ત્યારે અનંત જ્ઞાનીઓ એની સાક્ષી પુરશે. એ તો આપણે ૧૭૦ પત્ર ચર્ચામાં લીધો. જે જ્ઞાન થયું છે એ જ્ઞાનની સર્વ જ્ઞાનીઓ સાક્ષી પૂરે છે. સર્વ જ્ઞાનીઓ મને ઉત્પન્ન થયેલા જ્ઞાનને સંમત કરે છે. એમાં હવે મને કોઈ સંશય નથી. નિઃશંકતા જાહેર કરે છે.
જોકે ભાષા બહુ સાદિ, ટૂંકી છે કે દ્રવ્ય તરફ વળ, સ્વ તરફ વળ, ધ્રુવ તરફ વળ, અંતર્મુખ થા. આવી સાદી ભાષા છે. સ્વસમ્મુખ થા. એમ ભાષા સહેલી અને ટૂંકી પણ એમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્રજ્ઞાન કરે, ધારણાજ્ઞાન કરી લે પણ પર્યાયને સ્વલક્ષમાં વાળવી એ પુરુષાર્થ છે, એ અનંત પુરુષાર્થ છે, એ મહાન પુરુષાર્થ છે. એ અપૂર્વપુરુષાર્થ છે. આટલા શબ્દો ગુરુદેવના પડ્યા છે. ૪૪૬ નંબરમાં.