________________
૧૬૬
રાજહૃદય ભાગ-૧૨ પૂજ્ય ભાઈશ્રી – હા, પણ હવે એ તો એવું છે કે આ વિષયમાં પોતાના પરિણામ જે પ્રકારે પ્રવર્તતા હોય, જે તત્ત્વનો વિષય છે, શ્રદ્ધા-જ્ઞાનનો વિષય છે એમાં જે પ્રકારે પોતાના પરિણામ પ્રવર્તતા હોય, એ પરિણામ કેવી રીતે પ્રવર્તે છે એ જાણ્યા વગર કેવી રીતે કોઈ વાત કરી શકે ? એ કેવી રીતે કરી શકે ? એટલે સમ્મચયપણે એમ કહેવામાં આવે. પછી જેને પોતાની ભૂલ સુધારવી હોય એ સુધારી લે.
જુઓ ! ભાઈ ! જ્ઞાનની વ્યાપકતા જ્ઞાનમાં છે, જ્ઞાનની વેદકતા પણ જ્ઞાનમાં છે. અને વેદકતા કદી પરોક્ષ હોતી નથી. વેદકતા હંમેશા પ્રત્યક્ષ હોય છે. હવે કયાં ભૂલ થાય છે એ પોતાને સુધારી લેવાની છે. આ સિદ્ધાંત તો સર્વસામાન્ય બધાને માટે એકસરખો છે. કોઈ જીવને માટે બીજી રીતે આ સિદ્ધાંત છે એમ તો નથી. એટલે ભલે પોતાના પરિણામની સ્પષ્ટતા પોતાને વિચારવામાં કે કહેવામાં ન હોય તો પણ આ પ્રકારે આગળ વધે કે મારી રીત શું છે? અંદરમાં મારી કામ કરવાની રીત શું છે ? બસ ! એ રીત-વિધિમાં સરખી વિધિ પકડી લે એને સુવિધિ કહીએ. તો રસ્તો સીધો છે. એવો કોઈ ગૂંચવાડાવાળો રસ્તો નથી.
બીજી રીતે લઈએ, કે આપણે સાંભળીએ છીએ કે શરીરાદિ પદાર્થો ભિન્ન છે. બરાબર છે ? સંયોગો બધા ભિન્ન છે. કુટુંબ, પરિવાર, શરીર, મકાન, પૈસા, આબરૂ, કીર્તિ. બરાબર છે તો તે તે પદાર્થની ભિન્નતા સમજ્યા તો છીએ. હવે ભિન્ન રહી જાય છે? આ પ્રશ્ન છે. બરાબર છે ને? સમજણમાં તો વાંધો નથી. સંમત કરીએ છીએ. તો જે સંમત કરેલી સમજણ છે અને પરિણામ કાળ કેમ બીજી જગ્યાએ મૂકી દઈએ છીએ? જ્યારે તે તે પદાર્થો સાથેની પ્રવૃત્તિ આ જીવને પરિણામપૂર્વક થાય છે, બુદ્ધિપૂર્વક થાય છે ત્યારે પેલી સમજણ ક્યાં રહે છે? કેમ નથી કામ આવતી ? આ ભૂલ છે, લ્યો ! અહીંયાં ભૂલ છે. ક્યાં ભૂલ છે એ જોવી છે ને આપણે? અહીંયાં ભૂલ છે.
ફરીથી. શરીરમાં વેદના થઈ. આપણે બીજી આ વાત જવા દો. કેમકે એ ઉદય તો બધાને આવવાનો જ છે. કોઈ આખી જિંદગી વેદના વગરનો એક મનુષ્ય હોય તો દેખાડો કે એને કયારેય કોઈ જાતની વેદના જ ન થઈ હોય. એ તો અસંભવિત છે.
ક્યારેક કાંઈક... ક્યારેક કાંઈક... ક્યારેક કાંઈક.. કોઈને કોઈ પ્રકારની રોગની વેદના (હોય). ભિન્ન-ભિન્ન પ્રકારના રોગ છે. ગમે તે રોગની વેદના હોય. એની સાથે સંબંધ નથી. શરીરની અશાતા વેદના તો... શાતા-અશાતા બે પ્રકારના ઉદય (રહેવાના છે). એકલો શાતાનો ઉદય તો દેવલોકમાં છે. મનુષ્યમાં તો એકલો શાતાનો ઉદય મનુષ્યતિર્યંચને હોઈ શકે જ નહિ ત્યાં અશાતા વેદની નથી. જો કે આપણા કરતાં દુઃખી બહુ