________________
૧૭૦
રાજહૃદય ભાગ-૧૨ છોડીને જ બીજી જગ્યાએ જાવું છે પછી અહીંયાં નાતો કોને રાખવો છે? જગતમાં પણ જેને કોઈની સાથે સંબંધ ન રાખવો હોય એની એ પરવા ન કરે. બહુ બહુ તો સંબંધ નહિ રહેને. આપણે એની કાંઈ પરવા નથી. તો આ જ્ઞાની કહે છે કે અમારે જગતની શું પરવા છે? અમારે કયાં જગત સાથે સંબંધ રાખવો છે? અમારે સિદ્ધાલયમાં જાવું છે. આ જગતમાં અમારે હવે રહેવું નથી. જગતની આબરૂ-કીર્તિની અમને પરવા નથી.
કહે છે કે અલ્પકાળમાં અમે આ પ્રવૃત્તિ છોડવાનો ઉપાય ન કર્યો, તો અમને એમ લાગે છે કે એ અમારું અવિચારીપણું છે. આટલી સરસ દશા છે, આટલી સરસ આત્મજાગૃતિ છે (તો) શા માટે કેવળજ્ઞાન ન લઈ લઈએ ? એમ કહે છે. સર્વસંગપરિત્યાગતા અમને કાંઈ વાંધો આવે એવું નથી. આ જોઈએ અને તે જોઈએ એવું અમારે કાંઈ છે નહિ. ગમે તે પરિસ્થિતિમાં અવધૂત થઈને રહી શકે એવી પોતાની આત્મદશા છે. શા માટે સર્વસંગપરિત્યાગ કરીને કેવળ ન લઈએ ? અને અહીં બેઠા રહીએ? એમ ઉપાડ છે. એ તો કેવળજ્ઞાન બાજુનો ઉપાડ છે.
જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો.” પોતે પણ નિર્વિકાર જ્ઞાનને નમે છે, ભજે છે, બહુમાન કરે છે, પ્રશંસા કરે છે. એવા નિર્દોષ પરિણામની એ સ્તુતિ કરે છે, ખરેખરતો.
મુમુક્ષુ - ક્રોધ, માન, માયા, લોભ....
પૂજ્ય ભાઈશ્રી:–એમ લ્યો. નહિતર આ લ્યો. કામેચ્છા લ્યો, વેદોદય લ્યો. સર્વથી ચીકણા પરિણામ તારતમ્યતાવાળા વેદોદયમાં જ થાય છે. જ્ઞાન તો એવું છે કે ગમે તે કષાયને ભસ્મીભૂત કરી નાખે. શંકરનું ત્રીજું લોચન છે એ. કામદેવને નાશ કરવા માટે એ ત્રીજું લોચન છે. એને બાળી નાખે. એ ૫૯૩ (પત્રપૂરો થયો.
મુમુક્ષુઃ- વેદોદયને તો નોકષાયમાં લીધો છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ બહુખ્યાલ નથી આવતો. કોઈવાર એ વિચાર આવે છે કે એને નો એટલે અલ્પ. એને અ૫ કષાયમાં શા માટે (નાખ્યો છે)? કષાયમાં ન લેવો જોઈએ એવું લાગે છે. શાસ્ત્રોમાં તો એને નોકષાયમાં નાખે છે. એ વાત ઠીક છે, પ્રશ્ન બરાબર છે. રતિ-અરતિને નોકષાયમાં લીધા છે ને? સોળ કષાય અને નવ નોકષાય. પચ્ચીસ કષાયના ભેદ છે. એમાં સોળ કષાય પછી આ વેદોદય નોકષાયમાં આવે છે. એને નોકષાયમાં કેમ લીધો ? નો એટલે અલ્પ. અલ્પ કષાયમાં કેમ લીધો ? આમ તો એની તારતમ્યતા ઘણી છે એટલે તીવ્ર કષાયમાં જવો જોઈએ. એ વાત ઠીક છે. કાંઈક વિચારવા જેવી વાત છે. એ વિચાર કોઈવાર આવે છે પણ સમાધાન નથી થતું. એનું