________________
પત્રાંક-૫૯૩.
૧૬૯ સમ્યગ્દર્શન થયું તો ગણધરદેવ એને દેવ કહે છે. ગણધરદેવ એને દેવ કહે છે. એ નમસ્કારને યોગ્ય છે, વંદનને યોગ્ય છે. એમ છે, એવી વાત છે.
મુમુક્ષુદ-પૂર્વભૂમિકામાં તૈયાર થઈને આવ્યો હશેને? પૂજ્ય ભાઈશ્રી:-સંસ્કાર લઈને આવ્યો).
આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. હવે અત્યારે શું ચાલી રહ્યું છે એ કહે છે. જે પરપદાર્થની ઉપાધિ છે એ ઉપાધિના જોડાણમાં, યોગે એટલે ઉપાધિને જોડાણમાં આ જીવ પોતાનું મનુષ્ય આયુ વ્યતીત કરે જાય છે, ખર્ચે જાય છે. કિમતી વસ્તુને ખર્ચી નાખે છે. હાથમાં કાંઈ આવતું નથી. કોઈએ અમૃતનો ઘડો આપ્યો. કળશ-અમૃતકળશ ભાઈ ! એક ટીપું પીશો તો અમર થઈ જશે. તમારે આખો ઘડો પીવાની છૂટ છે, આખો કળશ પીવાની છૂટ છે. ભાઈએ પગ ધોઈ નાખ્યા. શું કર્યું? પગ ધોઈ નાખ્યા. આ એવી રીતે મનુષ્ય આયુ ખર્ચે છે. જો કરવા ધારે તો અજરઅમર પદને પામે, જન્મ-મરણનો નાશ કરે અને નહિતર ચાર ગતિના ટાંકા બાંધી. અહીંથી દુર્ગતિમાં જવાની તૈયારી કરી લે.
મુમુક્ષુ -રાખને માટે રત્નને બાળે. પૂજ્ય ભાઈશ્રી -એમ છે, ખરેખર એમ જ છે.
“આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છેપોતાને. આ તો હજી જ્ઞાનદશામાં શોક કરે છે કે અમે આ વેપારધંધામાં કયાં બેઠા છીએ ? આ ઉપાધિ અમારે શું ? ૨૮મે વર્ષે એવી દશા છે કે આ ઉપાધિયોગે સમયખર્ચાય છે, વેપાર-ધંધામાં ચાર-છ કલાક જાય છે, એના માટે અત્યંત શોક થાય છે. એમને તો પરિણતિ ચાલે છે તોપણ ઉપયોગ ખર્ચવો ગમતો નથી. પરિણતિ આત્માની ચાલે છે તોપણ ઉપયોગ ખર્ચવો પોસાતો નથી. એમ છે.
એ માટે અત્યંત શોક થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાયન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા.” જ્ઞાની બોલે છે. મુમુક્ષુએ આ ધડો લેવા જેવો વિષય છે. બોલે છે એમ નહિ, બીજાને કાગળ લખે છે. લેખિત આપે છે. અહીં તો બોલે પણ લખીને આપવામાં દસ વખત વિચાર કરે છે કે મારે લખીને આપવું કે કેમ ? ચતુર માણસો હોય ને. એવું છે. એ બધી સંસારની ચતુરાઈ પરિભ્રમણના ઉપયોગમાં આવે છે. જ્ઞાનીઓ તો સરળ પરિણામી છે, સરળ પરિણામી છે. પોતાના દોષ જતા હોય તો ગમે તે કિમતે એ દોષ કાઢવા તૈયાર છે. ગમે તે કિમત દે છે. જગતની આબરૂ-કીર્તિની એમને પરવા નથી. જગતને જે અભિપ્રાય બાંધવો હોય એ બાંધે. અમારે તો આ જગત