________________
૧૬૮
રાજહૃદય ભાગ-૧૨
મુમુક્ષુ – દેવ-ગુરુ-શાસ્ત્ર ૫૨ છે.
પૂજ્ય ભાઈશ્રી :– આ પરમાગમસાર’માં કેવી કેવી વાતો આવી છે ! ઘણી સરસ વાતો આવી છે. પીંખી-પીંખીને. એકવાર ‘ગુરુદેવ'ને રૂમમાં જઈને કહ્યું હતું. પેંથીએ પેંથીએ તેલ નાખે એમ લોકો કહે છે. બહુ સમજાવે ત્યારે આપણે ત્યાં એવી કહેવત છે કે પેંથીએ પેંથીએ તેલ નાખે પણ આપ તો વાળે વાળે તેલ નાખો એના જેવી વાત છે આ તો. ‘ગુરુદેવ’ને પ્રસન્નતા બહુ થતી હતી. સ્પષ્ટતા આવે છે એનો ખ્યાલ જાય છે. કેટલી સ્પષ્ટતા આવે છે ! આમ તો જૈનદર્શનનું ઉપલબ્ધ સાહિત્ય જુઓ તો આટલી સ્પષ્ટતા કયાંય નથી. આટલી સ્પષ્ટતા સાહિત્યમાં નથી. કેમકે ૪૫ વર્ષ સુધી જે પોતે અંદરથી ઉકેલ કરીને વાત મૂકી છે. કોઈ શાસ્ત્ર ભણીને વાત નથી કરી. એ તો ભણ્યા જ કયાં છે ? તે દિ’ ધૂળી નિશાળમાં સાત ચોપડી ભણ્યા હતા. ‘ઉમરાળા’ની ધૂળી નિશાળમાં સાત ચોપડી ભણ્યા. તે દિ' Course જ સાત ચોપડીનો. સાત ચોપડી ભણે એટલે વાણિયાનો દીકરો દુકાને બેસી જાય.
મુમુક્ષુ :– તમે અત્યારે કીધું એ મારા વિચારમાં રોજ આવે છે કે આ ‘ગુરુદેવ’ પંડિત ન થયા એ આપણા માટે બહુ સારું છે. અધ્યાત્મ...
પૂજ્ય ભાઈશ્રી :– સીધી અધ્યાત્મની Line પકડી છે. અને અંદરથી ઉકેલ કર્યો છે અને એક એક શાસ્ત્રનું રહસ્ય ખોલ્યું છે. શાસ્ત્ર વાંચ્યા નથી, શાસ્ત્ર સંભળાવ્યા નથી, ‘ગુરુદેવે’ શાસ્ત્રનું રહસ્ય ખોલ્યું છે. શબ્દાર્થ પંડિતોને આવડે, ભાવાર્થ આવડે, નયાર્થ આવડે, વ્યાકરણના અર્થ આવડે, વ્યત્પત્તિના અર્થ આવડે, મતાર્થ આવડે, બધું આવડે. રહસ્ય આખી જુદી ચીજ છે. એ અંદરની વસ્તુ છે. આ બધી બહારની વસ્તુ છે. આ એમણે રહસ્ય કાઢ્યું છે.
મુમુક્ષુ :– દેડકાને સમ્યગ્દર્શન થાય, એણે શું કર્યું ?
પૂજ્ય ભાઈશ્રી :– બસ ! એ સ્વસન્મુખ થયો. સ્વસન્મુખ થયો. જ્ઞાનને પકડીને જ્ઞાન ચાલ્યું. જ્ઞાને પોતાને ગ્રહણ કર્યું. જ્ઞાને પોતાને ગ્રહણ કર્યું. આ જ્ઞાન બીજાને ગ્રહણ કરવા જાય છે. ગ્રહણ કરી શકતો નથી પણ ગ્રહણ કરવા જાય છે. આમાં શું છે કે માણસને ખબર ન હોય કે અહીં દરવાજો છે. અહીં દરવાજાના બદલે અહીં દરવાજો ભૂલથી સમજી જાય તો માથું ભટકાય, પાછો પડે, ઢીમડું થાય. એમ આ બીજાને ગ્રહણ કરતા શું થાય છે ? આકુળતા થાય છે, ભટકાયને ઢીમડું થાય છે પણ તોય સમજતો નથી કે ત્યાં ન જવાય. આમ છે, આવું જાડું છે. અને એ તો ખોળિયું દેડકાનું છે. જીવ કાં દેડકો છે ? સંશી પંચેન્દ્રિય પ્રાણી છે. એ ખોળિયું દેડકાનું છે, જીવ દેડકાનો નથી. જ્યાં