________________
૧૬૩
પત્રાંક-૫૯૩
ટૂંકામાં વાત એ છે કે સન્મુખતાનો પુરુષાર્થ એ પુરુષાર્થ કરતા કરતા જીવ અનુભવદશાને પ્રાપ્ત કરે છે. વાંચતા વાંચતાવિકલ્પ કરતા કરતા, ચિંતન કરતા કરતા પામે છે, મનન કરતા કરતા પામે છે એ વાતમાં કાંઈ માલ નથી. સ્વસમ્મુખતાનો પુરુષાર્થ કરતા કરતા પામે છે એમ વાત છે. કેમકે એ અનુભવનો પુરુષાર્થ છે. એ અનુભવપદ્ધતિની પરિણામની Line છે એટલે એનાથી અનુભવ આવે છે. બીજા કોઈ પ્રકારે અનુભવ આવતો નથી.
મુમુક્ષુ – આપે કીધું જ્ઞાનીઓ એવા જ્ઞાનને ચોકડી મારે છે. તો આ Certied કરવું તો જ્ઞાની પાસે રહી ગયું. તો શરૂઆતથી વિચાર દઢ કરી લે કે મારે જે કાંઈ કરવું છે આ જ્ઞાનીનો Symbol લાગે તો જ મારે કરવું છે નહિતર નથી કરવું. એના માટે તો બધો રસ્તો Safeથઈ ગયો.
પૂજ્ય ભાઈશ્રી - એ તો છે જ. એટલે તો કહ્યું કે કર્યું છે ઘણું પણ જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. એ તો પોતે વારંવાર કહે છે અહીંયાં. જે કાંઈ કર્યું છે એ જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. સ્વચ્છંદ પરિણામે તો ઘણું કર્યું છે.
મુમુક્ષુ – દ્રવ્યલિંગીએ તો ભાવલિંગીથી દીક્ષા લીધી હોય, છતાં એની આજ્ઞામાં ક્યાં રહ્યો?
પૂજ્ય ભાઈશ્રી – એ તો સવાલ છે. અંતર્મુખ થવાનું કહે છે, સ્વસમ્મુખ થવાનું કહે છે અને સ્વસમ્મુખ ન થયો. અને જે વર્તમાન સ્થિતિ છે જ્ઞાનના ઉઘાડની અને ચારિત્રના ઉઘાડની, એની પાસે તો બેય ઉઘાડ છે, એને લઈને શાંતિ પણ છે. એની પાસે મનની શાંતિ પણ ઘણી છે. અત્યારે તો કોઈને હજારમાં ભાગની પણ ન હોય. એટલે એમ થાય છે કે હું સાચા રસ્તે છું. આટલી શાંતિ નહિતર ક્યાંથી હોય? આટલી શાંતિ ક્યાંથી હોય? માટે હું સાચા રસ્તે છું. એ વર્તમાન પર્યાયમાં સંતુષ્ટ થયો છે ત્યાં દર્શનમોહ વધ્યો છે એ ખ્યાલ નથી. જ્ઞાનનો ઉઘાડનો ખ્યાલ છે, ચારિત્રનો ખ્યાલ છે ઉઘાડનો પણ દર્શનમોહનો ખ્યાલ ત્યાં નથી જાતો. એ તો સમયસારના ૧૫૪-૫૫માં પુણ્ય-પાપ અધિકારમાં દ્રવ્યલિંગીના દૃષ્ટાંતે જ વાત કરી છે કે એ સંતુષ્ટ છે. કર્મના ગુરુપણા અને લઘુપણાના અનુભવમાં તે સંતુષ્ટ છે. એટલે ઉદયભાવના પરિણામમાં તે સંતુષ્ટ છે.
બીજી રીતે વિચારીએ તો આ મોક્ષમાર્ગ છે એ અનુદય પરિણામી છે. મોક્ષનો માર્ગ છે એ અનુદય પરિણામસ્વરૂપ છે અને બંધનો માર્ગ છે એ કર્મના ઉદય સાથે સંબંધ ધરાવતો એ બંધનો માર્ગ છે, સંસારમાર્ગ છે. આ જગતમાં બે માર્ગ છે. ત્રીજો