________________
૧૫૬
રાજહૃદય ભાગ-૧૨ મુમુક્ષુ દેખાય છે. છતાં આ ખામી રહી જાય છે. એ ભૂલ બતાવી છે.
પૂજ્ય ભાઈશ્રી - છતાં એને ગ્રંથિભેદ થવો જરૂરી છે. ગ્રંથિભેદ ન થાય તો એને ક્યાંય પણ અટકવા જેવું, સંતોષ પામવા જેવું, ક્યાય પણ એને નિરાંત લેવા જેવું નથી. એનો સાર આ કાઢવાનો છે. ચર્ચાનો સાર એ છે. (અહીં સુધી રાખીએ...
સમ્યક્દર્શન માટે જીવો તત્વજ્ઞાનનો અભ્યાસ અને સશાસ્ત્રોનું અધ્યયન કરે છે, પરંતુ જ્યાં સુધી પરિણમનમાં સુધાર થવાના યથાર્થ ક્રમમાં સહજપ્રવેશ ન થાય, ત્યાં સુધી તેનો અભ્યાસ પરલક્ષી સમજવા યોગ્ય છે. સ્વલક્ષી અભ્યાસ હોય તો તેની સીધી અસર પરિણમન ઉપર આવે જ છે. અર્થાત્ તે જીવ માત્ર વિચાર – વિકલ્પથી સંતુષ્ટ થતો નથી પરંતુ પરિણમન માટે પ્રયત્નશીલ રહે છે.
અનુભવ સંજીવની–૧૪૧)
સંશી પંચેન્દ્રિય જીવ તત્ત્વ સમજવા યોગ્ય ક્ષયોપશમ ધરાવે છે, પરંતુ ઘણું કરીને તે પરલક્ષી હોય છે તેથી તે સફળ થતો નથી. જ્યારે જીવમાં નિજ કલ્યાણની અંતરની ભાવનાથી નિર્મળતા આવે છે, ત્યારે આત્મકલ્યાણનો દૃષ્ટિકોણ સાધ્ય થાય છે અને સમજણમાં યથાર્થતા આવે છે. ત્યાં સ્વલક્ષીપણું આવે છે.
(અનુભવ સંજીવની-૧૪૧૫)